– જાવેદ અખ્તરની બદનક્ષીનો કેસ હાજરીમાંથી કાયમી મુક્તિની અભિનેત્રીની અરજી ફગાવતા વિસ્તૃત આદેશમાં નોંધ
મુંબઈ : કંગના રનૌત સેલિબ્રિટી હશે અને વ્યાવસાયિક અસાઈનમેન્ટો હશે પણ તેણે ભુલવું જોઈએ નહીં કે તે આ પ્રકરણમાં આરોપી છે,એમ બોમ્બ ેહાઈ કોર્ટે જણાવ્યું હતું.ગીતકાર જાવેદ અખ્તરની બદનામીના કેસમાં અભિનેત્રી કંગના રનૌતે કાયમી હાજરીમાંથી બાકાત રાખવાની કરેલી અરજી ફગાવતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી.
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર. આર. ખાને મંગળવારે કંગનાની અરજીને ફગાવી દીધી હતી,જેનો વિગતવાર આદેશ આજે ઉપલબ્ધ થયો હતો.કોર્ટે જણાવ્યું હતું કે અભિનેત્રી તેને અનુકૂળ હોય એ રીતે કેસની સુનાવણી માટે પોતાની શરતો મૂકે છે.કંગના અભિનેત્રી છે એ માન્ય છે પણ તે અ ાકેસની આરોપી છે તે ભૂલવું જોઈએ નહીં.કંગના કેસમાં હાજર રહેવાથી કાયમી છૂટ માગી શકે નહીં.આરોપીએ કાયદાની સ્થાપિત પ્રક્રિયા અને તેના જામીન બોન્ડની શરતો અને નિયમોનું પાલન કરવું પડે છે.
અત્યાર સુધી કોર્ટ તેની ગેરહાજર રહેવાની અરજીઓને કોઈ પણ દંડ લાદ્યા વિના મંજૂર કરી છે.આજ સુધી કંગના તેની સામેના આરોપોની સુનાવણી માટે કોર્ટ સાથે સહકાર આપવાના ઈરાદે હાજર રહી નથી.
અખ્તરે નવેમ્બર ૨૦૨૦માં ફરિયાદ કરી હતી જેમાં દાવો કર્યો હતો કે કંગનાએ ટીવીને આપેલી મુલાકાતમાં અમુક બદનામી કરતા નિવેદનો કર્યા હતા જેનાથી પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે.
કોર્ટે નોંધ્યું હતું કે કેસની ન્યાયસભર સુનાવણી માટે તેનો સહકાર જરૃરી છે.આરોપીએ એવું મનમાં ધારી લીધું છે કે તેની હાજરી જરૃરી નથી અને તેના વિકલ કાનૂની વિધિઓ સંભાળી શકે છે.જો આ તબક્કે આરોપીને કાયમી છૂટ આપવામાં આવે તો ફરિયાદ જે વરિષ્ઠ નાગરિક છે તેના મનમાં પૂર્વગ્રહ નિર્માણ થશે અને કેસમાં કોઈ પ્રગતિ સધાશે નહીં.


