નવી દિલ્હી, તા. 25 માર્ચ 2022, શુક્રવાર: યુક્રેન પરના હુમલા બાદ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમગ્ર વિશ્વની નારાજગીનો સામનો કરી રહ્યા છે.પુતિને યુદ્ધમાં પોતાની વિરૂદ્ધ હોય તેવા દેશોને ચુકવણીના માધ્યમ તરીકે માત્ર રૂબલનો જ ઉપયોગ કરવો પડેશે તેવી ધમકી આપી હતી.જોકે યુરોપીય સંઘના દેશો તરફથી તેમને આક્રમક વળતો પ્રહાર મળ્યો છે.સ્લોવેનિયાઈ વડાપ્રધાન જેનેજ જાનસાએ કહ્યું કે, ‘મને નથી લાગતું કે યુરોપમાં કોઈ જાણતું પણ હોય કે,રૂબલ કેવો દેખાય છે,કોઈ રૂબલમાં ચુકવણી નથી કરવાનું.’
‘રશિયન ગેસ માટે રશિયન રૂબલ વડે ચુકવણી’
આ સપ્તાહની શરૂઆતમાં પુતિને એ વિચાર શરૂ કર્યો કે,ક્રેમલિન માટે પશ્ચિમી પ્રતિબંધો અને રશિયન સંપત્તિઓ ફ્રીઝ કરવાના કારણે તેઓ એ કરન્સીઝ માટે વિશ્વાસને ઘટાડીને પોતાની કરન્સીઝની વિશ્વસનીયતા પર પ્રભાવીરૂપે એક રેખા ખેંચી રહ્યા છે.આ કારણે રશિયન ગેસ માટે યુરો અને ડોલરના બદલે પુતિન હવે રશિયન રૂબલ ઈચ્છે છે.
રશિયન રૂબલના મૂલ્યમાં ઘટાડો
અર્થશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે આ પગલું રૂબલનું સમર્થન કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે,જે અન્ય કરન્સીઝની સરખામણીએ નીચે પટકાયો છે.હકીકતે 24 ફેબ્રુઆરીના રોજ રશિયાએ જ્યારે યુક્રેન પર હુમલો કર્યો ત્યારે પશ્ચિમી દેશોએ મોસ્કોને પ્રતિબંધો લાગુ કરીને તે સ્વરૂપે જવાબ આપ્યો હતો.
કોન્ટ્રાક્ટમાં પેમેન્ટ કરન્સીનું પહેલેથી નિર્ધારણ
અનેક યુરોપીય નેતાઓએ પોતાના યુરોપીય સંઘ શિખર સંમેલનના પહેલા દિવસે જણાવ્યું કે,આ પ્રકારની માગણી કરવાથી કોન્ટ્રાક્ટને મૌલિકરૂપે બદલી દેવામાં આવશે અને તેને શૂન્ય કરી દેવામાં આવશે. જર્મન ચાન્સેલર સ્કોલ્જે જણાવ્યું કે,અમે અત્યાર સુધી જે શીખ્યા તેનાથી સમજાયું છે કે,દરેક જગ્યાએ નિશ્ચિ કોન્ટ્રાક્ટ હોય છે.ચુકવણી માટેની મુદ્રાનું માધ્યમ પણ કોન્ટ્રાક્ટનો હિસ્સો હોય છે.એ પ્રાથમિક પોઈન્ટ હોય છે જેના પર અમારે કામ કરવાનું હોય છે.
આ સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન
આ તરફ ઈટાલીના વડાપ્રધાન મારિયે ડ્રૈગીએ એટલું જ કહ્યું કે,પુતિને આ યોજના આગળ વધારી તો અમે તેને વર્તમાન કરારોનું ઉલ્લંઘન માનીએ છીએ.તે સિવાય આભને આંબી રહેલા ગેસના ભાવને જોઈને બેલ્જિયમના વડાપ્રધાન એલેક્ઝેન્ડર ડી ક્રૂને પણ મોસ્કોનો પ્રસ્તાવ પસંદ નથી આવ્યો.

