બારડોલી : બારડોલી સહિત દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓએ શનિવારના રોજ શેરડીના ટનદીઠ ભાવ જાહેર કર્યા હતા.જેમાં બારડોલી સુગર ફેક્ટરીએ કોઈ પણ જાતની આડપેદાશના ઉત્પાદન વગર બીજી સુગર ફેક્ટરીઓ કરતાં વધુ ભાવ જાહેર કરતાં ખેડૂત સભાસદોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.સૌથી વધુ ભાવ ગણદેવી સુગર ફેક્ટરીએ 3361 અને બીજા નંબર પર બારડોલી સુગર ફેક્ટરીએ 3203 રૂપિયાનો ભાવ પાડ્યો હતો.ગત વર્ષ કરતાં ભાવમાં 300થી 400 રૂપિયા ટનદીઠ વધારે જાહેર થતાં મહદઅંશે ખેડૂતોએ રાહત અનુભવી હતી.જો કે, ખેડૂતોને વધુ ભાવની અપેક્ષા હતી જે પરિપૂર્ણ થઈ શકી ન હતી.
સામાન્ય રીતે દર વર્ષે 31મી માર્ચના રોજ વર્ષના આખરી દિને શેરડીના ભાવો નક્કી કરવાની પરંપરા છે.પરંતુ છેલ્લા બે વર્ષથી નવું નાણાકીય વર્ષ શરૂ થયા બાદ ભાવ નક્કી કરવામાં આવે છે.શેરડીના આખરના ભાવની જાહેરાત થવાની હોય દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચાતક નજરે રાહ હોયને બેઠા હતા.શનિવારે બપોર બાદ એક પછી એક સુગર ફેક્ટરીના ભાવો જાહેર થવાની શરૂઆત થઈ હતી.આ વખતે ખાંડ બજાર પણ હકારાત્મક રહ્યું હોવાથી સુગર મિલોને ખાંડના ભાવ પણ સારા મળ્યા છે.એટલુ જ નહીં મોલાસિસ,બગાસ જેવી આડપેદાશોના ભાવ પણ ગત વર્ષોની સરખામણીએ વધુ મળતા ખેડૂતોને શેરડીના ટનદીઠ ભાવ વધુ મળવાની આશા હતી.ગત વર્ષની સરખામણી તમામ સુગર ફેક્ટરીઓ 300 થી 450 રૂપિયા જેટલો ભાવ વધારે જાહેર કર્યો છે. જો કે ખેડૂત જે આશા રાખીને બેઠો હતો તે આ ભાવ કરતાં વધારે હતી.તેમ છતાં ખેડૂતોએ ભાવ સંતોષજનક હોવાનું માન્યું હતું. બીજી તરફ આ ભાવને જોતાં સરકારનું 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું વચન શેરડી પક્વતા ખેડૂતોના સંદર્ભમાં પોકળ સાબિત થયું હતું. સૌથી વધુ ભાવ ગણદેવી સુગર ફેક્ટરીએ 3361 અને ત્યારબાદ બારડોલી સુગર ફેક્ટરીએ 3203 રૂપિયા પ્રતિ ટન જાહેર કર્યો હતો. સૌથી ઓછો ભાવ કામરેજ સુગર ફેક્ટરીએ માત્ર 2727 જાહેર કર્યો હતો.
– ખેડૂતોને 2016-17ના વર્ષ કરતાં 700 થી 1000 રૂપિયા પ્રતિ ટન ઓછા મળ્યા
સુગર ફેક્ટરીની સ્થિતિ જોઈએ તો 6 વર્ષ અગાઉ 2016-17માં સુગર ફેક્ટરીના જે ભાવ હતા તેનાથી ખૂબ જ નીચા ભાવ આ વર્ષે ખેડૂતોને આપવામાં આવ્યા છે.આ 6 વર્ષના સમયગાળામાં શેરડીના ઉત્પાદન ખર્ચમાં બે ગણાથી પણ વધુનો વધારો થયો છે.રાસાયણિક ખાતર,બિયારણ,ડીઝલ, મજૂરી,ખેડ કે અન્ય ભાવો આસમાને છે.જ્યારે શેરડીના 2016-17ની સરખામણીએ ખૂબ જ નીચા જાહેર થયા છે.વર્ષ 2016-17માં ગણદેવી સુગર ફેક્ટરીએ 4441 રૂપિયા પ્રતિટન ભાવ જાહેર કર્યો હતો.જ્યારે બારડોલી સુગર ફેક્ટરીએ 3954 રૂપિયાનો ભાવ જાહેર કર્યો હતો.દરેક સુગર ફેક્ટરીઓએ વર્ષ 2016-17ની સરખામણીએ 700 થી 1000 રૂપિયા જેટલો ભાવ ઓછો જાહેર કર્યો છે.ખેડૂતોને 2016-17ની આસપાસનો ભાવ મળે તેવી આશા હતી.બારડોલી સહિત દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓએ શનિવારના રોજ શેરડીના ટનદીઠ ભાવ જાહેર કર્યા હતા.જેમાં બારડોલી સુગર ફેક્ટરીએ કોઈ પણ જાતની આડપેદાશના ઉત્પાદન વગર બીજી સુગર ફેક્ટરીઓ કરતાં વધુ ભાવ જાહેર કરતાં ખેડૂત સભાસદોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.સૌથી વધુ ભાવ ગણદેવી સુગર ફેક્ટરીએ 3361 અને બીજા નંબર પર બારડોલી સુગર ફેક્ટરીએ 3203 રૂપિયાનો ભાવ પાડ્યો હતો.ગત વર્ષ કરતાં ભાવમાં 300થી 400 રૂપિયા ટનદીઠ વધારે જાહેર થતાં મહદઅંશે ખેડૂતોએ રાહત અનુભવી હતી.જો કે, ખેડૂતોને વધુ ભાવની અપેક્ષા હતી જે પરિપૂર્ણ થઈ શકી ન હતી.
સામાન્ય રીતે દર વર્ષે 31મી માર્ચના રોજ વર્ષના આખરી દિને શેરડીના ભાવો નક્કી કરવાની પરંપરા છે.પરંતુ છેલ્લા બે વર્ષથી નવું નાણાકીય વર્ષ શરૂ થયા બાદ ભાવ નક્કી કરવામાં આવે છે.શેરડીના આખરના ભાવની જાહેરાત થવાની હોય દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચાતક નજરે રાહ હોયને બેઠા હતા.શનિવારે બપોર બાદ એક પછી એક સુગર ફેક્ટરીના ભાવો જાહેર થવાની શરૂઆત થઈ હતી.આ વખતે ખાંડ બજાર પણ હકારાત્મક રહ્યું હોવાથી સુગર મિલોને ખાંડના ભાવ પણ સારા મળ્યા છે.એટલુ જ નહીં મોલાસિસ, બગાસ જેવી આડપેદાશોના ભાવ પણ ગત વર્ષોની સરખામણીએ વધુ મળતા ખેડૂતોને શેરડીના ટનદીઠ ભાવ વધુ મળવાની આશા હતી.ગત વર્ષની સરખામણી તમામ સુગર ફેક્ટરીઓ 300 થી 450 રૂપિયા જેટલો ભાવ વધારે જાહેર કર્યો છે.જો કે ખેડૂત જે આશા રાખીને બેઠો હતો તે આ ભાવ કરતાં વધારે હતી. તેમ છતાં ખેડૂતોએ ભાવ સંતોષજનક હોવાનું માન્યું હતું.બીજી તરફ આ ભાવને જોતાં સરકારનું 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું વચન શેરડી પક્વતા ખેડૂતોના સંદર્ભમાં પોકળ સાબિત થયું હતું.સૌથી વધુ ભાવ ગણદેવી સુગર ફેક્ટરીએ 3361 અને ત્યારબાદ બારડોલી સુગર ફેક્ટરીએ 3203 રૂપિયા પ્રતિ ટન જાહેર કર્યો હતો.સૌથી ઓછો ભાવ કામરેજ સુગર ફેક્ટરીએ માત્ર 2727 જાહેર કર્યો હતો.
– ખેડૂતોને 2016-17ના વર્ષ કરતાં 700 થી 1000 રૂપિયા પ્રતિ ટન ઓછા મળ્યા
સુગર ફેક્ટરીની સ્થિતિ જોઈએ તો 6 વર્ષ અગાઉ 2016-17માં સુગર ફેક્ટરીના જે ભાવ હતા તેનાથી ખૂબ જ નીચા ભાવ આ વર્ષે ખેડૂતોને આપવામાં આવ્યા છે.આ 6 વર્ષના સમયગાળામાં શેરડીના ઉત્પાદન ખર્ચમાં બે ગણાથી પણ વધુનો વધારો થયો છે.રાસાયણિક ખાતર,બિયારણ,ડીઝલ,મજૂરી, ખેડ કે અન્ય ભાવો આસમાને છે.જ્યારે શેરડીના 2016-17ની સરખામણીએ ખૂબ જ નીચા જાહેર થયા છે.વર્ષ 2016-17માં ગણદેવી સુગર ફેક્ટરીએ 4441 રૂપિયા પ્રતિટન ભાવ જાહેર કર્યો હતો.જ્યારે બારડોલી સુગર ફેક્ટરીએ 3954 રૂપિયાનો ભાવ જાહેર કર્યો હતો.દરેક સુગર ફેક્ટરીઓએ વર્ષ 2016-17ની સરખામણીએ 700 થી 1000 રૂપિયા જેટલો ભાવ ઓછો જાહેર કર્યો છે.ખેડૂતોને 2016-17ની આસપાસનો ભાવ મળે તેવી આશા હતી.


