બેંગાલુરુ, તા. 3. એપ્રિલ 2022 રવિવાર : કર્ણાટકમાં હિજાબ વિવાદ બાદ હવે હલાલ મીટનો વિવાદ વકરી રહ્યો છે.દરમિયાન રાજ્યના શિવમોગા જિલ્લામાં હલાલ મીટ વેચવાની શંકાથી બજરંગદળના પાંચ કાર્યકરોએ એક વેપારી પર હુમલો કર્યો હતો.જેના પગલે તેમની ધરપકડ કરવામાં આવી છે.રાજ્યમાં હલાલ મીટનો બહિષ્કાર કરવા માટે હિન્દુ સંગઠનોએ શરુ કરેલુ આંદોલન વેગ પકડી રહ્યુ છે.દરમિયાન શિવમોગાની ઘટના અંગે પોલીસે કહ્યુહ તુ કે, ગુરુવારે આવી બે ઘટનાઓ બન હતી અને એક કિસ્સામાં પાંચ લોકોએ દુકાન પર જઈને હલાલ મીટ વેચાતુ હોવાનો આરોપ મુકીને દુકાન બંદ કરાવી હતી.એક યુવક પર હુમલો કર્યો હતો.અન્ય એક કિસ્સામાં લોકોએ એક હોટલના માલિકને હલાલ માંસ નહીં વેચવા માટે કહ્યુ હતુ અને એક ગ્રાહકને માર પણ માર્યો હતો.બંને કેસમાં આરોપીઓ એક જ છે અને પાંચની ધરપકડ કરવામાં આવી છે.
કર્ણાટકના મુખ્યમંત્રી બોમ્માઈએ કહ્યુ છે કે, કાયદો અને વ્યવસ્થાને બગાડનારા લોકો પર કાર્યવાહી કરવામાં આવશે.દરમિયાન શનિવારે પણ હલાલ મીટના વિરોધમાં રસ્તા પર દેખાવો ચાલુ રહ્યા હતા.

