સાપુતારા : ડાંગ જિલ્લા ના સુબીર તાલુકા ખાતે શુભમ્ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપૂર દ્વારા નેત્ર શિબિર નું આયોજન થયું હતું.શિબિર સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ શામજીભાઈ એમ.પવાર દ્વારા ખુલ્લી મુકાઈ હતી.આ નિઃશુલ્ક નેત્ર શિબિર સાઇટ સેવિંગ એકેડેમી ઓફ ઈન્ડિયા(SSAI,અમેરીકા)અને ડૉ.કલ્પનાબેન પરીખ,પ્રીતિબેન શાહ અને ચેતનાબેન શાહના આર્થિક સહયોગ દ્વારા યોજવામાં આવી હતી.શિબિર માં કુલ 253 જેટલા આંખ ની વિવિધ બીમારી વાળા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા.જેમાંથી 36 દર્દીઓને મોતીયાના નિઃશુલ્ક ઓપરેશન માટે સીતાપૂર ખાતે લઈ જવામાં આવ્યા હતા.104 દર્દીઓને ચશ્મા અને 54 દર્દીઓને દવાઓનું વિતરણ નિઃશુલ્ક રીતે કરવામાં આવ્યું હતું. આ સમયે સીતાપુર ના શુભમ્ નેત્ર ટ્રસ્ટ દ્વારા ચાલતી આંખ ની તાપીબા હોસ્પિટલ ખાતે મોતિયા રહિત પરદા, ઝામર,કીકી, બાળકો ના આંખના રોગો ની સારવાર તથા ઓપરેશનની સેવાઓ તદ્દન નિઃશુલ્ક કે અત્યંત રાહતદરે પુરી પાડવામાં આવી રહી છે જેનો સૌને લાભ લેવા માટે ટ્રસ્ટ તરફથી આવેલ ડૉકટરો દ્વારા જણાવેલ છે.કાર્યક્રમ કરવા બદલ સૌ દર્દીઓ વતી શાળા ના આચાર્ય અને સ્ટાફ દ્વારા ટ્રસ્ટ નો આભાર માન્યો હતો.


