– વાવ ગામે અન્ય એક મકાન માથી 40 હજાર નો દારૂ પકડાયો
બારડોલી : સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે કામરેજના વાવ ગામે બાતમી આધારે રેડ કરી 52 હજારની કિંમતનો વિદેશી દારૂ સાથે એક કાર બે મોપેડ સાથે એક ઇસમની ધરપકડ કરી હતી જ્યારે રાત્રીના અંધારામાં બે ઈસમોભાગી છૂટ્યા હતા પોલીસે 7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે
મળતી માહિતી અનુસાર બુધવારના રોજ સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસ માણસો અલગ અલગ ટીમો બનાવી જીલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.તે દરમ્યાન એલ.સી.બી.શાખાના એ.એસ.આઇ.અજયભાઇ રામલાલ તથા હે.કો.રાજેશભાઇ બળદેવભાઇ નાઓને સયુક્ત રાહે બાતમી મળેલ કે , ” વાવ ગામે રહેતો જયેશ ઉર્ફે ભાલીયા તથા તેની સાથેના તેના સાગરિતો ભેગા મળી મોજે વાવ ગામની સીમમાં જી.ઇ.બી.સબ સ્ટેશનની સામે મુંબઇથી અમદાવાદ તરફ જતા ને.હા.નં .48 ની બાજુમાં આવેલ ખોડલ બ્રીક્સના કંપાઉન્ડની બાજુમાં એક સફેદ રંગની ફોરવ્હીલ ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી ઉતારી બીજા વાહનોમાં સગેવગે કરવાની પેરવીમાં છે. ”તેવી ચોક્કસ બાતમી હકિકત મળેલ હોય જે બાતમી આધારે મોજે વાવ ગામની સીમમાં જી.ઇ.બી. સબ સ્ટેશનની સામે મુંબઇ થી અમદાવાદ તરફ જતા ને.હા.નં .૪૮ ની બાજુમાં આવેલ ખોડલ બ્રીક્સના કંપાઉન્ડની બાજુમાં ખુલ્લી જગ્યામાં તપાસ કરતા એક સફેદ રંગની નંબર વગરની ફોરવ્હીલ ગાડીમાંથી બે ઇસમો પ્લાસ્ટીકના કોથળાઓમાં વિદેશી દારૂનો જથ્થો ભરતા ઝડપાયા પોલીસે ઘટના સ્થળેથી સગેવગે કરનાર મુખ્ય આરોપી એવા જયેશ ઉફે બરેલી ચીમનભાઈ ભાલિયા રહે.વાવ ગામ ભાલીયાવાડ તાં કામરેજ ને ઝડપી પાડેલ તેમજ ગાડીના ચાલક અને રાજુ ભલીયા નામના ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.તેમજ નંબર વગરની ટાટા પંચ ગાડીમાં ડીકીના ભાગેથી તથા તે ગાડીની બાજુમાંથી મળી આવેલ હોન્ડા એક્ટીવા તથા હીરો પ્લેઝર પ્લસ મો.સા. ઉપરથી પોલીસને જુદીજુદી બ્રાન્ડની વિદેશી દારૂની 162 બોટલો કિંમત 52,782 ની જથ્થો મળી પોલીસે રેડ દરમિયાન 8 લાખની કિંમતની નંબર વગરની સફેદ રંગની ટાટા પંચ ગાડી અને નંબર વગરના એક એક્ટિવા કિંમત 30 હજાર તેમજ પ્લેઝર નંબર GJ 05 HZ 7590 કિંમત 30 હજાર તેમજ વિદેશી દારૂ મળી 9,13,375 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.


