By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ધોનીએ વર્લ્ડ કપ જીતાડયો તો શું બાકીના ખેલાડીઓ લસ્સી પીતા હતા ? : હરભજન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ધોનીએ વર્લ્ડ કપ જીતાડયો તો શું બાકીના ખેલાડીઓ લસ્સી પીતા હતા ? : હરભજન
GeneralSports

ધોનીએ વર્લ્ડ કપ જીતાડયો તો શું બાકીના ખેલાડીઓ લસ્સી પીતા હતા ? : હરભજન

HM News
Last updated: 15/04/2022 7:04 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ, તા.૧૩: ભૂતપૂર્વ ભારતીય સ્પિનર અને ૨૦૧૧માં વર્લ્ડ કપ જીતનારી ટીમમાં સામેલ હરભજન સિંઘે હૈયાવરાળ ઠાલવી હતી.હરભજને કહ્યું કે, અમે ૨૦૧૧નો વર્લ્ડ કપ જીત્યા અને બધો શ્રેય માત્ર ધોનીને જ આપવામાં આવ્યો હતો.બધા કહેતા હતા કે, ધોનીએ ભારતને વર્લ્ડ કપ જીતાડયો.હરભજને તેના તીખા અંદાજમાં કહ્યું કે, જો ધોનીએ વર્લ્ડ કપી જીતાડયો તો શું બાકીના ખેલાડીઓ ત્યાં લસ્સી પીતા હતા.આઇપીએલના શૉમાં કોલકાતા-દિલ્હીની મેચ અગાઉ મોહમ્મદ કૈફે કહ્યું હતુ કે, શ્રેયસ ઐયર (૨૦૨૦માં) દિલ્હીની ટીમને છેક ફાઈનલ સુધી પહોંચાડી હતી. અલબત્ત કૈફની આ કોમેન્ટથી હરભજન નારાજ જોવા મળ્યો હતો.તેણે તરત જ કહ્યું કે, મને એક વાત સમજાતી નથી.શ્રેયસ ઐયર એકલો ટીમને ફાઈનલ સુધી લઈ ગયો ? તો શું બાકીના ખેલાડીઓ ગિલ્લી-દંડો રમતા હતા ? ૨૦૧૧ના વર્લ્ડ કપની ફાઈનલમાં ધોનીએ અણનમ ૯૧ રન ફટકાર્યા હતા અને કુલાસેકરાની બોલિંગમાં વિજયી સિક્સર ફટકારતાં ભારતને ઐતિહાસિક વર્લ્ડ કપ અપાવ્યો હતો.મેચમાં ઓપનર ગૌતમ ગંભીરે ૯૭ રન ફટકાર્યા હતા.તેની ઈનિંગને સહારે ભારત ૩૧/૨થી રિકવર થઈને આખરે જીત્યું હતુ.હરભજને કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ જીત્યો ત્યારે હેડલાઈન હતી કે, ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ જીત્યો.જ્યારે ભારતે વર્લ્ડ કપ જીત્યો ત્યારે બધા કહેતા હતા કે, ધોનીએ વર્લ્ડ કપ જીતાડયો.તો બાકીના ખેલાડીઓ ત્યાં લસ્સી પીવા ગયા હતા? બાકીના ૧૦ ખેલાડીઓએ શું કર્યું? ગૌતમ ગંભીરે શું કર્યુ હતું? ક્રિકેટ ટીમ ગેમ છે.જ્યારે સાત-આઠ ખેલાડીઓ રમે ત્યારે જ ટીમને સફળતા મળે છે.અગાઉ ગૌતમ ગંભીર પણ આ અંગે પોતાની નારાજગી જાહેર કરી ચૂક્યો છે.

હાઇકોર્ટના જજોની નિમણૂક માટેના નામ અંગે સરકારે હજુ નિર્ણય લીધો નથી
સુરતમાં 17 વર્ષીય વિદ્યાર્થિનીએ નાનાં ભાઈ-બહેનોને રમતાં છોડી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર
અડાજણની સંસ્કાર ભારતી અને રિવરડેલ સ્કૂલના 2 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગતા ખળભળાટ
રત્ન કલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ પૂલ પરથી છલાંગ મારી આત્મહત્યા કરી
સુપ્રીમ કોર્ટ : ફાલતુ અરજીઓના ઘોડાપૂરથી કોર્ટ નારાજ, કહ્યું- દરેક કેસમાં અપીલનું ચલણ રોકવું પડશે
Share This Article
Facebook Email Print
Previous Article યોકોવિચ મોન્ટે કાર્લો માસ્ટર્સમાં પહેલી જ મેચમાં હારી જતાં મેજર અપસેટ
Next Article મોન્ટે કાર્લો માસ્ટર્સમાં કોરડાએ ત્રણ કલાકના સંઘર્ષ બાદ અલકારાઝને હરાવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up