બારડોલી : મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના અને હાલ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતીથૈયા ખાતે શ્યામ આર્કેટના એફ/7 નંબરની દુકાનમાં રહી કોમ્પ્લેક્ષની આગળ સમોસાની લારી ચલાવતા બે ભાઈઓ સુનિલભારતી પ્રેમભારતી ગોસ્વામી અને અનિલ પ્રેમભારતી ગોસ્વામી પૈકી સગીર અનિલ ગોસ્વામી 15 એપ્રિલના રોજ મળસ્કે દુકાનમાં અગમ્ય કારણો સર સિલિંગફેનની હુક સાથે નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું ઘટના અંગે મૃતકના મોટાભાઈ સુનિલભારતી ગોસ્વામીએ કડોદરા પોલીસને જાણ કરતા પોલીસે ગુન્હાની નોંધ લઈ વધુ તપાસ હાથધરી છે.


