સાપુતારા : ગુજરાત રાજયના કર્મચારીઓના બનેલા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો’ અને ‘ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ’ ના દિશા નિર્દેશ અનુસાર ડાંગ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ગુજરાત રાજયમાં નવી પેન્શન યોજના રદ કરી જુની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા કરેલ આહ્વાન અનુસાર આજરોજ તા.૧૪મી એપ્રિલ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિના દિને *”બંધારણ પેન્શન અધિકાર દિવસ”* તરીકે ઉજવણી કરી.જેમા ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે પુષ્પહાર ચઢાવી તમામ કર્મચારીઓએ સંકલ્પ કર્યો હતો કે “અમો તમામ કર્મચારીઓ જુની પેન્શન યોજના માટેની લડત , આંદોલન, હડતાળ, ધરણાં જેવા તમામ કાર્યક્રમોમાં સક્રિયતાથી જોડાઈ જુની પેન્શન લઈને જ જંપીશું.”. ગુજરાતમાં જુની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવા માટે ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ સાહેબશ્રીને સર્કીટ હાઉસ પર તમામ કર્મચારીઓ પગપાળા જઈ સુત્રોચ્ચાર કરી બેનર્સ, પોસ્ટર સાથે જુની પેન્શન યોજના માટે આવેદન પત્ર આપ્યું હતું.જેમા જણાવ્યુ કે અમારી માંગણી અને લાગણી રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના વડાપ્રધાન માનનીયશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પહોંચાડશો અને રાજયના સર્વે
કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના પુનઃ સત્વરે ચાલુ કરવામાં આવે અને અન્ય માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી વિનંતી કરી હતી. આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા સયુંકત કર્મચારી મોરચા ના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર સી. પટેલ, મહામંત્રીશ્રી ચિંતનકુમાર એન. પટેલ તથા મોરચાના અન્ય હોદ્દેદારશ્રીઓ, ડાંગ જિલ્લાના તમામ મંડળોના હોદ્દેદારો, તાલુકા પ્રા. શિ. સંઘનાં હોદ્દેદારો, રાજ્ય સંઘના હોદ્દેદારો તેમજ સમગ્ર ડાંગના તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાંઉપસ્થિત રહી સરકાર સમક્ષ *ઘડપણની લાકડી સમાન જુની પેન્શન યોજના* ની માંગણી કરી હતી. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા તે બદલ પ્રમુખશ્રી દિવ્યેશ પટેલ અને મહામંત્રીશ્રી ચિંતન પટેલે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવી જ રીતે સંગઠિત થઈ આગળની લડત આપીશું એવું જણાવ્યું હતું.


