નવી દિલ્હી : લખીમપુર ખીરી કાંડના મુખ્ય આરોપી આશિષ મિશ્રા ના જામીન સુપ્રીમ કોર્ટે રદ કર્યા છે.આ સાથે અદાલતે આશિષને એક સપ્તાહમાં જ સરેન્ડર કરવા હુકમ કર્યો છે.આશિષ કેન્દ્રના ગૃહ રાજય મંત્રી અજય મિશ્રા રેનીનો પુત્ર છે, જેની ઉપર લખીમપુર ખેરીમાં ૩જી ઓકટોબરે દેખાવ કરનારા ખેડૂતોને મોટર નીચે કચડી નાખવાનો આરોપ છે.આશિષ મિશ્રાને અલ્હાબાદ હાઈકોર્ટે આપેલા જામીન અંગે પણ સુપ્રીમ કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, જે નીચે હાઈકોર્ટે આશિષને જામીન આપવામાં આવ્યા હતા.આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાઈકોર્ટે પીડિત પક્ષ ઉપર ધ્યાન જ નથી આપ્યું અને પોતાના અધિકાર ક્ષેત્રનું અતિક્રમણ કરીને (ઓળંગીને) આ ચુકાદો આપ્યો છે.મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એન. વી. રામન્ના, ન્યાય મૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની પીઠીકાએ આશિષ મિશ્રાના જામીન રદ કરવાની માગણી કરતી અરજી ઉપર ૪થી એપ્રિલે સુનાવણી પૂરી કરતા નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
આ પૂર્વે અલ્હાબાદ હાઇકોર્ટે આશીષને જામીન આપ્યા હતા.આ ચુકાદા વિરૂધ્ધ લખીમપુર કાંડમાં માર્યા ગયેલા ખેડૂતોના સગાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.તે સર્વવિદિત છે કે લખીમપુરની તે દુર્ઘટનામાં કુલ ૮ લોકો માર્યા ગયા હતા, જેમાં ૪નાં મોત ભાજપના નેતાઓના કાર કાફલાથી કચડાઈ ગયા હતા.તે પછી થયેલી હિંસામાં એક પત્રકાર સહિત અન્ય ૪ લોકો માર્યા ગયા હતા.

