નવસારી : ચૈત્ર સુદ પૂનમ એટલે ભગવાન શ્રી રામ ના પરમ ભક્ત શ્રી હનુમાનજી મહારાજ નો જન્મ દિવસ આજના દિવસે દેશ અને દુનિયામાં હમૂનામ જયંતિની ખુબજ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે, નવસારીમાં પણ ૪૨૫ વર્ષ જૂના શ્રી વિરવાડી હનુમાન મંદિરમાં પણ આજે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.કોરોના કાળ બાદ ધાર્મિક ઉત્સવો પર તમામ પ્રકારના પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા છે ત્યારે નવસારી માં ૪૨૫ વર્ષ જૂના શ્રી વિરવાડી હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા.મંદિરમાં વિરવાડી હનુમાન દાદાને સોનાના વરખથી શણગાર કરવામાં આવ્યો હતો જેને જોવા દૂર દૂરથી લોકો આવ્યા હતા.વિરવાડી હનુમાન મંદિર દક્ષિણ ગુજરાત ના ભક્તો માટે એક અનેરો મહિમા ધરાવે છે દક્ષિણ ગુજરાતના સારંગપુર તરીકે ઓળખાતા શ્રી વિરવાડી હનુમાન મંદિરમાં કોરોના કાળના 2 વર્ષ બાદ હનુમાન જયંતીની ઉજવણી હોય ભક્તોમાં ખૂબ ઉત્સાહ ઉત્સાહ જોવા મળ્યો હતો.અહીંયા બિરાજમાન હનુમાન દાદા હાજરાહજૂર હોય દરેક ભક્તોના મનોરથ પુરા કરતા હોવાની માનતા છે.શનિવાર ના દિવસે હનુમાન જયંતિ હોય તેનો મહિમા વધી જાય છે.મંદિરના પ્રમુખ અશોકભાઈ ધોરાજીયાના કહેવા મુજબ મોડી રાતે 10 વાગ્યા સુધી અંદાજીત એક લાખ ભક્તો દાદાના દર્શન કરશે અને મહાપ્રસાદ નો લાભ લેશે.


