મુંબઈ : રાજ્યના ૯૧ ટકા એસટી કર્મચારીઓ ફરજ પર હાજર થતાં ે એસટી સેવાઓ લગભગ પૂર્વવત બની ગઇ છે.વેકેશન સમયે જ બસો દોડતી થતાં લોકોને ભારે રાહત મળી છે.ગત પાંચ મહિનાથી એસ.ટી. કર્મચારીઓની હડતાળ ચાલતી હતી.તેના કારણે રાજ્યમાં એસ.ટી. પરિવહનને માઠી અસર અસર પડી હતી.ખાસ કરીને એસટી પર જ મહત્વનો આધાર રાખતા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ભારે હેરાન પરેશાન થઇ ગયા હતા.બીજી તરફ ખાનગી વાહનોવાળા મનફાવે તેમ ભાવો પડાવી રહ્યા હતા.હવે બરાબર વેકેશન સમયે જ એસટી બસ સેવાઓ રાબેતા મુજબની થઇ રહી હોવાથી લોકોને ભારે રાહત મળી છે.ખાનગી વાહનો પરનું તેમનુંઅવલંબન પણ ઘટયું છે.દેશવ્યાપી લોકડાઉન બાદ અનલોક સમયમાં બસ સેવા નિયમિત થઈ હતી.પરંતુ એસ.ટી.ને સરકારમાં વિલીનીકરણ કરવાની એસ.ટી. કર્મચારીઓની માગણી કરીને હડતાળ પર ઉતર્યા હતા.આશરે છ મહિના આંદોલન ચાલ્યા બાદ છેવટે હાઇકોર્ટે કર્મચારીઓને ૨૨ એપ્રિલ સુધીમાં ફરજ પર હાજર થઇ જવા આદેશ આપતાં તબક્કાવાર કર્મચારીઓ ફરજ પર પરત આવવા લાગ્યા હતા.રાજ્ય સરકારે હડતાળનાં સહભાગી હોય તે કર્મચારીઓને પગાર નહીં ચુકવવાનો ે નિર્ણય લીધો છે.રજા સિવાય તેમજ કોઈપણ કારણ ન દેતાં ગેરહાજર રહેતા આ સમય માટે પગાર માટે દાવો કરી શકતા નથી.


