મુંબઈ : રાજકારણીઓ અને અન્યો દ્વારા ન્યાયતંત્ર સામે કરવામાં અવાતી ટીકાને અમે ગણકારતા નથી, અમારો હેતુ સ્વચ્છ છે ત્યાં સુધી આવી ટીકાનો બોજ અમે ઉઠાવવા સક્ષમ છીએ આથી લોકોને જે કહેવું હોય તે કહી શકે છે.મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરે, રાજ્યના ગૃહ પ્રધાન દિલીપ વળસે પાટીલ, શિવસેના સાંસદ સંજય રાઉત અને અન્યો દ્વારા ન્યાયતંત્ર સામે કથિત ટિપ્પણીઓ કરવામાં આવતી હોવાનો આરોપ કરીને તેમની સામે કોર્ટના અવમાનના પગલાં લેવાની દાદ માગતી જનહિત અરજી રજૂ કરાતાં મુખ્ય ન્યા.દીપાંકર દત્તા અને ન્યા. વી. જી. બિશ્તની બેન્ચે આવી સ્પષ્ટતા કરી હતી.ઈન્ડિયન બાર એસોસિયેશન દ્વારા કરાયેલી અરજીમાં દાવો કરાયો હતો કે પ્રતિવાદીઅએ હાઈ કોર્ટના જજો અને આખી ન્યાયતંત્ર સામે ખોટા, અવમાનકારક આરોપો કર્યા છે.સંગઠન વતી વકિલે જનહિત અરજીની તાકીદની સુનાવણી કરવાની વિનંતી કરી હતી ત્યારે કોર્ટે ઉકત ટિપ્પણી કરી હતી.બેન્ચે શરૃઆતમાં અરજીની સુનાવણી ઉનાળુ વેકેશન બાદ કરાશે અમે જણાવ્યું હતું પણ અરજદારના વિકલે તાકીદની સુનાવણી માગતાં કોર્ટે અરજીની સુનાવણ ી ક્યારે રાખવી એ અમે જોઈ લઈશું એમ જણાવ્યું હતું.
અરજીમાં વિવિધ ઘટનાઓને ટાંકવામાં આવી છે જેમાં ન્યાયતંત્ર સામે ટિપ્પણીઓ કરવામાં આવી છે જેમાં ભાજપના નેતાને હાઈ કોર્ટે વચગાળાની રાહત આપ્યા બાદ સંજય રાઉતે કરેલી ટિપ્પણીનો સમાવેશ થાય છે.જેમાં રાઉતે કથિત રીતે જણાવ્યું હતું કે કોર્ટના ખાસ કરીને બોમ્બે હાઈ કોર્ટના જજો ભાજપના સભઅયોને રાહત આપી રહ્યા છે અને તેમના પક્ષના આરોપી પ્રધાનોને રાહત નકારી રહ્યા છે.આવું નિવેદન કરવાથી કોર્ટની ગરીમાને ઓછી આંકવામં આવે છે અને ન્યાયતંત્રમાં સામાન્ય જનતાનો વિશ્વાસ ડગાવવામાં આવે છે જે કોર્ટનું અવમાન છે, એમ અરજીમાં જણાવાયું હતું.અરજીમાં શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદક અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મી ઠાકરે સામે તથા સામાના પ્રકાશક અને મુદ્રક વિવેક કદમ સામે પણ અવમાનના પગલાં લેવાની દાદ માગવામાં અવાી છે.


