By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગ્લાસ્ગો યુનિ.અને ગુજરાત યુનિ. પાણી સંરક્ષણ મુદ્દે શ્વેતપત્ર રજૂ કરશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગ્લાસ્ગો યુનિ.અને ગુજરાત યુનિ. પાણી સંરક્ષણ મુદ્દે શ્વેતપત્ર રજૂ કરશે
AhmedabadGeneral

ગ્લાસ્ગો યુનિ.અને ગુજરાત યુનિ. પાણી સંરક્ષણ મુદ્દે શ્વેતપત્ર રજૂ કરશે

HM News
Last updated: 28/04/2022 5:05 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : યુનાઈટેડ નેશન્સ દ્વારા ગત વર્ષે ૨૦૨૧માં યુ.કે.ના ગ્લાસ્ગોમાં કલાઈમેન્ટ ચેન્જ મુદ્દે વર્લ્ડ કોન્ફરન્સમાં પાણી સમસ્યા અને સંરક્ષણ મુદ્દે ચર્ચા થઈ હતી.જેમાં ભારતના વડાપ્રધાને પણ પર્યાવરણ મુદ્દે વકતવ્ય આપ્યુ હતું.આ ચર્ચા થયા બાદ હવે ગ્લાસ્ગો યુનિ.નું ડેલિગેશન આવતીકાલે ગુજરાત યુનિ.માં ત્રણ દિવસની મુલાકાત માટે આવનાર છે.આ ડેલિગેશન ગુજરાત યુનિ.સાથે મળીને ગુજરાત અને ભારતમાં પાણીની સમસ્યા અને સંરક્ષણ મુદ્દે શ્વેતપત્ર તૈયાર કરશે.યુ.કેની દાયકાઓ જુની પબ્લિક રીસર્ચ યુનિ.એવી યુનિ.ઓફ ગ્લાસ્ગો દ્વારા ગતગ વર્ષે યુ.કેના ગ્લાસ્ગોમાં ક્લાઈમેટ ચેન્જ મુદ્દે વર્લ્ડ કોન્ફરન્સ થયા બાદ હાલ પર્યાવરણના વિવિધ મુદ્દાઓ પર રીસર્ચ કરવામા આવી રહ્યુ છે.જે અંતર્ગત ગ્લાસ્ગો યુનિ.ના બે પ્રોફેસરો સહિતનું ડેલિગેશન આવતીકાલે ગુજરાત યુનિ.આવશે. ગુજરાત યુનિ.માં આવેલા ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે મળી ગ્લાસ્ગો યુનિ.નું ડેલિગેશન પાણી સંરક્ષણ એટલે કે વર્લ્ડ કન્ઝર્વેશન મુદ્દે વ્હાઈટ પેપર તૈયાર કરશે.ગુજરાતમાં નર્મદા-કેવડીયા ખાતે સૌથી મોટો સરદાર સરોવર ડેમ આવેલો છે ત્યારે નર્મદા ડેમ તેમજ ગુજરાતની વિવિધ નદીઓ, તળાવો અને ડેમ સહિતના પાણીના સ્ત્રોતો પર એક મોડલ તૈયાર કરાશે.

ઉપરાંત કચ્છમાં પાણીની શું સમસ્યા છે, ગુજરાતમાં સિંચાઈના પાણી માટે શું સમસ્યા છે ,નદી-તળાવો અને ડેમોમાં કેટલુ પાણી છે, ગ્રાઉન્ડ વોટર તેમજ ઈરિગેશન વોટર કઈ રીતે વધારી શકાય, પાણીની સાચવણી વધુ સારી રીતે કઈ રીતે થઈ શકે તે સહિતના તમામ મુદ્દે આ ડેલિગેશન ગુજરાત યુનિ.સાથે મળી પ્રેઝન્ટેશન રિપોર્ટ તૈયાર કરશે.ગુજરાત સરકારના સરદાર સરોવર નિગમના પણ આઠ અધિકારીઓ આ ડેલિગેશન સાથે ગુજરાત યુનિ.ના ત્રણ દિવસના ડીબેટ કાર્યક્રમમાં જોડાશે.ત્યારબાદ અધિકારીઓ સાથે ડેલિગેશન કેવડીયાની મુલાકાત લેશે.એક રિસર્ચ રિપોર્ટ તૈયાર કરાશે અને જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને આપવામા આવશે.

ઓવૈસીને પાછા લાગ્યા મરચાં,કહ્યું કે જ્યાં શાહ-યોગી ગયાં ત્યાં ભાજપને પરાજય મળ્યો
છત્તીસગઢમાં ૨૦૨૦ની સૌથી મોટી આઈટી રેડ : હવે બિલ્ડરો – ઓફીસરો – ઉદ્યોગગૃહો ઉપર તૂટી પડશે
અમદાવાદમાં પરિસ્થિતિ ગંભીર : જમાલપુરમાં એક જ દિવસમાં 13 અને બહેરામપુરમાં 65 કેસ પોઝીટીવ
ગુજરાતમાં ગેંગસ્ટર એક્ટ ક્યારે? જેનાથી થરથર કાંપે ગુંડાઓ, જાણો એક્ટ વિશે
સરકારી સ્કુલની મુલાકાતે પહોંચેલ મેલાનિયાનું આરતી ઉતારી સ્વાગત કરાયું
Share This Article
Facebook Email Print
Previous Article વેક્સિનના બંને ડોઝથી કોરોનામાં મોતનું જોખમ 94 ટકા જેટલું ઘટી જાય છે
Next Article અધ્યાપકોને પ્રમોશન માટે અંતે ટ્રીપલ સી-હિન્દી પરીક્ષાથી મુક્તિ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up