નવી દિલ્હી,તા.1 મે 2022 : મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા રાજકીય સંગ્રામ વચ્ચે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ એક મરાઠી ન્યૂઝ મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં રાજ ઠાકરે અને ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે.ઉધ્ધવ ઠાકરેએ કહ્યુ હતુ કે, હિન્દુત્વના નવા ખેલાડી પર હું બહુ ધ્યાન આપતો નથી.હિન્દુત્વ અને મરાઠીનો ખેલ કરનારાઓની વાતો પર ધ્યાન આપવાની જરુર નથી. હિન્દુત્વનો ડંકો પીટવાની જરુર શિવસેનાને નથી. માર્કેટિંગનો જમાનો છે અને કેટલાક મરાઠી અસ્તિતા બાદ હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો છે.આવા તો ઘણા આવતા રહે છે અને જતા રહે છે.આવા લોકોઅમે બહુ જોયા છે.હિન્દુઓને બધુ ખબર પડે છે.પહેલા અસ્તિત્વ બતાવવાની અને હવે અસ્તિત્વ ટકાવવાની તેમને જરુર પડી છે.અમે ક્યારે્ય અમારો ઝંડો નથી બદલ્યો પણ લોકો ઝંડા બદલી રહ્યા છે અને મુદ્દા બદલી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ ઠાકરેએ કહ્યુ હતુ કે, યુપીમાં યોગી અને મહારાષ્ટ્રમાં ભોગી રાજ કરે છે.તેના પર ઉધ્ધ ઠાકરેએ કહ્યુ હતુ કે, તેમને મહારાષ્ટ્રની સરખામણી બીજા રાજ્યો સાથે કરવાની છુટ છે.મને તેનાથી ફરક પડતો નથી.મહારાષ્ટ્રનુ કામ જુઓ અને પછી તુલના કરો.મહા વિકાસ અઘાડી સરકારે કરેલા કામોના વખાણ જાતે મારે કરવા નથી.તેમણે કહ્યુ હતુ કે, લાઉડ સ્પીકરનો મુદ્દો વધારે લાંબો ચાલવાનો નથી.આ કોઈ મુદ્દો જ નથી.કેન્દ્ર સરકાર તેને લઈને કેમ નિયમ નથી બનાવતી…સરકાર નિયમ બનાવે તો બધા રાજ્યો પાલન કરશે પણ કેન્દ્ર સરકાર આવુ નહીં કરે.સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે અમે રાજ્યમાં અવાજનુ સ્તર કંટ્રોલ કરવા માટે મોનિટરિંગ શરુ કર્યુ છે.
રાજ્યમાં પેટ્રોલ ડિઝલ પર વેટ ઘટાડવાની પીએમ મોદીની અપીલ અંગે તેમણએ કહ્યુ હતુ કે, પેટ્રોલ ફ્રીમાં કે સસ્તામાં વેચવાથી કોરોના જતો રહ્યો હતો …કોરોનાકાળમાં મહારાષ્ટ્રે કોરોનાની સ્થિતિને સારી રીતે સંભાળી હતી.અમે ઓક્સિજન સ્ટોક મેનેજ કર્યો હતો. હોસ્પિટલોમાં બેડ વધાર્યા હતા અને બીજી તરફ યુપીમાં લોકોની લાશો ગંગામાં વહેતી હતી. કોરોના કંટ્રોલ કરવામાં મહારાષ્ટ્ર આગળ નિકળી ગયુ તે કેન્દ્રને ગમ્યુ નથી.

