વડોદરા,તા. 2 મે 2022,સોમવાર : વડોદરા ફતેગંજ બ્રિજ પાસે એક મકાનમાં છેલ્લા કેટલાક સમયથી કૂટણખાનું ચાલતું હોવાની વિગતોને પગલે ફતેગંજ પોલીસે દરોડો પાડી એક મહિલાને ઝડપી પાડી હતી.ફતેગંજ વિષ્ણુકૃપા સોસાયટીમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની વિગતોને પગલે ફતેગંજ પોલીસે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડ્યો હતો.ડમી ગ્રાહકે રૂ 500 ની નોટ આપી એક યુવતી સાથે સોદો નક્કી કર્યો હતો.જેથી પોલીસે શોષણનો ભોગ બનેલી યુવતીને છોડાવી હતી.ફતેગંજ પોલીસે કૂટણખાનું ચલાવવાનો જેના પર આક્ષેપ થયો હતો તે કિરણ લીંબુવાલા નામની મહિલાની પાસે રોકડા રૂ 2500 તેમજ ત્રણ મોબાઇલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.


