(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના ચેરમૅનના હોદ્દા પરથી જે.બી. મોહપાત્રા નિવૃત્ત થઈ જતાં તેમને સ્થાને સીબીડીટીના મેમ્બર સંગીતા સિંહને ચેરમેન તરીકેનો ચોર્જ સોંપવામાં આવ્યો છે.સંગીતા સિંહ તેમની વર્તમાન ફરજો બજાવવા ઉપરાંત સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના ચેરમેન તરીકેની વધારાની જવાબદારી પણ અદા કરશે.ત્રણ મહિનાના ગાળામાં નવા ચેરમેનની નિમણૂક કરી દેવામાં આવશે.ત્યારબાદ તેમને આ વધારાના ચાર્જની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવશે.પહેલી મેએ કેન્દ્રના મહેસૂલ ખાતાના મુખ્યમથકના ડિરેક્ટર સંપદા મહેતાએ સંગીતા સિહની ત્રણ માસ માટે નિમણૂક કરવાનો આદેશ કર્યો છે.


