બારડોલી : ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના માણસો કડોદરા GIDC પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.જે દરમિયાન તેઓએ બાતમી આધારે તાંતીથૈયા ખાતેની નિહારિકા ડાઈગ મિલની પાછળના ભાગે રેડ કરી હતી.જ્યાં વિદેશી દારૂ તેમજ દેશી દારૂ વેચી રહેલા દશરથ દયારામ પરમાર (રહે.તાંતીથૈયા તાં.પલસાણા જી.સુરત)ને ઝડપી પાડ્યો હતો.જેની પાસેથી પોલીસે 184 નંગ વિદેશી દારૂ તેમજ 84 નંગ બિયર તેમજ 7 લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો પોલીસે ઘટના સ્થળેથી 26,600 ની કિંમતનો દારૂ 1 લાખ રૂપિયાની કિંમતનું બુલેટ તેમજ મોબાઈલ મળી 1,40,116 રૂપિયાનો મુદામાલ કબ્જે લઈ દશરથ પરમારની અટકાયત કરી હતી.તેમજ દારૂ પહોંચાડનાર સુરતની સરલા નામની મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી.


