મુંબઈ, તા. 04 એપ્રિલ 2022, બુધવાર : મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદને લઈને હોબાળો વધુ વકર્યો છે.મનસે પ્રમુખ રાજ ઠાકરે ફરીથી મંગળવારે એક પત્ર જારી કરીને લોકોને કહ્યું હતું કે, આજે એટલે કે 4 મેના રોજ તે બધા સ્થળો પર હનુમાન ચાલીસાનો પાઠ થશે જ્યાં લાઉડસ્પીકરથી અજાન કરવામાં આવે છે.તેમણે કહ્યું કે, લાઉડસ્પીકર એક સામાજિક મુદ્દો છે, ધાર્મિક મુદ્દો નથી. તેમણે કહ્યું કે, અમે દેશની શાંતિ ભંગ કરવા નથી માંગતા.અમારે કોઈ હુલ્લડ નથી જોઈતું પરંતુ જો લાઉડસ્પીકરના મુદ્દા પર ધ્યાન આપવામાં નહીં આવે તો અમે પણ આ મુદ્દે મક્કમ રહીશું.મનસે પ્રમુખ રાજ ઠાકરેની ખુલ્લી ચેતવણી બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે.મુંબઈ સહીત આખા રાજ્યમાં મનસે નેતાઓને નોટિસ આપવામાં આવી રહી છે.આમાં ચેતવણી આપવામાં આવી રહી છે કે, જો કોઈ પણ પ્રકારની ગડબડ અથવા સરકારી સંપત્તિને નુકસાન થશે તો નુકસાનની વસૂલાત કરવામાં આવશે.DGP કાર્યાલયના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી 15,000થી વધુ લોકોની સામે પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.આ ઉપરાંત મનસે કાર્યકર્તાઓ સહીત રાજ્યભરમાં 13,054 લોકોની સામે સીઆરપીસીની ધારા 149 હેઠળ નોટીસ જારી કરવામાં આવી છે.
છેલ્લા દિવસોમાં ઔરંગાબાદમાં રેલી કર્યાના બે દિવસ બાદ MNS પ્રમુખ રાજ ઠાકરે સહીત 4 લોકોની સામે ઉશ્કેરણીજનક ભાષણ આપવાના આરોપમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.
ઔરંગાબાદની રેલીમાં તેમણે કહ્યું હતું કે અમે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા માટે 3 મે સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું, પરંતુ 3 મેના રોજ ઈદ છે.હું આ ઉજવણીને બગાડવા માંગતો નથી.જો અમારા અનુરાધને સમજવામાં ન આવશે તો અમે અમારી રીતે તેનો સામનો કરીશું.
સીએમ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરે પર પણ નિશાન સાધ્યું છે.તેમણે કહ્યું કે, તેઓ હિન્દુત્વના નવા ખેલાડીઓ પર ધ્યાન નથી આપતા. એમએનએસનું નામ લીધા વિના, તેમણે કહ્યું, પાર્ટી તેમના માટે કંઈક કામ કરે છે કે કેમ તે જોવા માટે નવા પ્રયોગો કરી રહી છે.
રાજ ઠાકરેની ચેતવણી બાદ તેમના મુસ્લિમ પદાધિકારીઓ ખૂબ જ નારાજ છે.નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપવાની શરૂઆત કરી દીધી છે.પુણેના તાલુકા અધ્યક્ષ ઝમીર સૈયદે 2 મેના રોજ પોતાનું રાજીનામું સોંપ્યું હતું. સૈયદ છેલ્લા ત્રણ વર્ષથી MNSના શહેર પ્રમુખ છે.તેઓ 16 વર્ષથી MNS સાથે જોડાયેલા છે.

