રાહુલ ગાંધી સાથે પબમાં દેખાતી ચીની મહિલા નેપાળની રાજદૂત હોઉ યાંકી!

118

નવી દિલ્હી, તા.૩ : મિત્ર અને સીએનએનની ભૂતપૂર્વ પત્રકાર સુમનીમાના લગ્નમાં હાજરી આપવા નેપાળ પહોંચેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો પાર્ટી ક્લબનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.જોકે, આ વીડિયોમાં તેમની સાથે દેખાતી ચીની મહિલા અંગે પણ જાણવા પણ લોકોમાં કુતૂહલ જાગ્યું છે.રાહુલ ગાંધીના નેપાળમાં પાર્ટી કરતા વીડિયો અંગે ભાજપે તેમના પર નિશાન સાધ્યું છે ત્યારે વાઈરલ વીડિયોમાં તેમની સાથે દેખાતી ચીની મહિલા અંગે દાવો કરવામાં આવે છે કે તે નેપાળમાં ચીની રાજદૂત છે.ટ્વિટર પર ઋષિ બાગરી નામના યુઝરે લખ્યું છે કે શું રાહુલ ગાંધી નેપાળમાં ચીનનાં રાજદૂત હોઉ યાંકી સાથે કાઠમંડૂમાં પાર્ટી કરી રહ્યા છે? અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે નેપાળ પ્રવાસન માટે મોડેલિંગ કરતી ચીની રાજદૂત હોઉ યાંકી.સ્નેહા નામની એક યુઝરે લખ્યું કે રાહુલ ગાંધીએ અહીં સ્પષ્ટતા કરવી જોઈએ કે તે ચીની રાજદૂત સાથે પાર્ટી કેમ કરી રહ્યા છે.તેનું શું કનેક્શન છે. ભાજપ નેતા કપિલ મિશ્રાએ આ વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે, પહેચાન કૌન? તેમણે આગળ લખ્યું કે, આ અંગત બાબત નથી. રાહુલ ગાંધી કોની સાથે છે.શું ચીનના એજન્ટો સાથે છે? સવાલ તો પૂછાશે.

Share Now