અમદાવાદ, મંગળવાર, 3 મે,2022 : અમદાવાદમાં ગરમીના પ્રકોપની સાથે પ્રદૂષિત પાણીની ફરિયાદો વધતા એક મહિનામાં ઝાડા ઉલટીના ૮૪૩ અને કમળાના ૧૨૫ કેસ નોંધાયા હતા.એપ્રિલ મહિનામાં પાણીના ૨૧૧ સેમ્પલ અનફીટ જાહેર કરાયા હતા.ત્રીસ એપ્રિલ સુધીના એક મહિનામાં શહેરમાં પાણીજન્ય રોગના કેસમાં વધારો થવા પામ્યો છે.એક મહિનામાં ટાઈફોઈડના કુલ ૧૫૨ અને કોલેરાનો એક કેસ નોંધાયો હતો.પ્રદૂષિત પાણીની ફરિયાદોના પગલે એપ્રિલ મહિનામાં ૭૮૫૬ રેસીડેન્સ કલોરીન ટેસ્ટ કરાયા હતા.બેકટેરીયોલોજીકલ ૧૧૭૭ ટેસ્ટ કરાયા હતા.એપ્રિલ મહિનામાં પાણીના ૨૧૧ સેમ્પલ અનફીટ જાહેર થતા આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં કુલ ૨૩૧ પાણીના સેમ્પલ અનફીટ જાહેર કરાયા હતા.જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં ઝાડા ઉલટીના ૧૫૬૩, કમળાના ૪૮૬, ટાઈફોઈડના ૪૪૦ તથા કોલેરાના છ કેસ નોંધાયા હતા.એપ્રિલ મહિનામાં મચ્છરજન્ય એવા મેલેરિયાના ૪૮ અને ઝેરી મેલેરિયાનો એક કેસ નોંધાયો હતો.ડેન્ગ્યૂના આઠ તેમજ ચિનગુનિયાના ૯ કેસ નોંધાવા પામ્યા હતા.આ વર્ષે એપ્રિલ સુધીમાં મેલેરિયાના ૭૬,ઝેરી મેલેરિયાના ૪, ચિકનગુનિયાના ૧૦૫ તથા ડેન્ગ્યૂના ૪૦ કેસ નોંધાયા હતા.


