પંચૂર તા. 04 મે 2022, બુધવાર : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંગળવારે પોતાના ઉત્તરાખંડ સ્થિત પૈતૃક ગામ પંચૂર પહોંચ્યા હતા.તેઓ આજની રાત પણ પંચૂરમાં જ વિતાવશે.પંચૂર પહોંચીને યોગી આદિત્યનાથે સૌથી પહેલા પોતાની માતાના આશીર્વાદ લીધા હતા.ત્યાર બાદ તેઓ સમગ્ર ગામવાસીઓને મળ્યા હતા.આજે યોગી આદિત્યનાથના નાના ભાઈના દીકરાના મુંડન સંસ્કારની વિધિ હતી અને યોગી આદિત્યનાથની હાજરીને લીધે ગામમાં ઉજવણીનો માહોલ છે.
આ બધા વચ્ચે યોગી આદિત્યનાથના બહેન શશિએ ખૂબ જ મોટું નિવેદન આપ્યું છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સંકળાયેલા એક સવાલનો જવાબ આપતા તેમના બહેન શશિએ કહ્યું હતું કે, ‘વડાપ્રધાન જ્યારે દેશની બાગડોર પોતાના હાથે સોંપશે ત્યારે તેઓ (યોગી) સંભાળશે. બધા જ લોકો ખૂબ જ ખુશ છે.દરેક લોકો આવીને તેમને મળી રહ્યા છે અને તેમના આશીર્વાદ લઈ રહ્યા છે.’યોગી આદિત્યનાથના બહેન શશિએ જણાવ્યું કે, ‘તેઓ હજુ સુધી માતા સાવિત્રી દેવીને જ એકાંતમાં મળ્યા છે.તે સિવાય તેઓ સૌ પરિવારજનોને બધાની સાથે (ગામના લોકોની સાથે) જ મળ્યા છે.’
બહેન શશિએ બાળપણની યાદ અંગે કહ્યું કે, ‘તેઓ (સીએમ યોગી) અમારા સાથે શાળાએ ગયા, 21 વર્ષ સુધી અમારા સાથે રહ્યા, બાણપણની યાદો તો ઘડપણ સુધી રહેશે.’ આ ઉપરાંત પોતાના ભાઈની પ્રશંસા કરતા કહ્યું કે, ‘જ્યારે યુપીથી આવનારા સૌ કોઈ તેમના ગુણગાન ગાય છે ત્યારે અમને સારૂં લાગે છે.બધા કહે છે કે, આવા મુખ્યમંત્રી કોઈ નથી બન્યું.તેઓ (સીએમ યોગી) પોતાના સુધી સીમિત નથી. તેમને પોતાના સ્વાસ્થ્યની કોઈ ચિંતા નથી રહેતી.તેઓ જનતાની સેવામાં લાગ્યા રહે છે.’
યોગી આદિત્યનાથના ભવિષ્ય અંગે કરવામાં આવેલા સવાલના જવાબમાં બહેન શશિએ કહ્યું હતું કે, ‘એ તો ભગવાનની મરજી.તેઓ પોતાની મહેનત કરી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે.બાકી આપણાં વડાપ્રધાનજી છે, જ્યારે તેઓ પોતાના હાથથી તેમને (સીએમ યોગી) પોતાનો કાર્યકાળ આપી દેશે ત્યારે તેઓ સંભાળી લેશે.’

