ટોક્યો : પૂર્વ ચીન સમુદ્રમાં સશસ્ત્ર સંઘર્ષ માટે જાપાન કમર કસી રહ્યું છે.એક મીડીયા રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જાપાન તેટલા માટે તેની ‘તૈયારીઓ’ કરી રહ્યું છે કે યુક્રેન ઉપરનાં રશિયાનાં આક્રમણ પછી ચીન તૈવાન ઉપર આક્રમણ કરે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે.સિંગાપુર પોસ્ટે આ માહિતી આપતાં જણાવ્યું છે કે, સોલોમન દ્વિપ સમુદ્ર સાથે સંરક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર થયા પછી ચીન હવે પ્રશાંત ક્ષેત્રમાં તેની ગતિવિધિ વધારી રહ્યું છે.આથી અમેરિકા અને તેના સાથી દેશોને ભીતિ છે કે આ કરારોને લીધે ઓસ્ટ્રેલિયાના સમુદ્ર તટથી ૨૦૦૦ કી.મી.થી પણ ઓછા અંતરે રહેલા ટાપુ ઉપર ચીનનો નૌ-સેના-મથરુ સ્થાપવાની પણ મંજૂરી આ કરારોમાં આવરી લેવામાં આવી હશે.
વધુ ગંભીર બાબત તો તે છે કે માર્શલ દ્વિપ, પામુઆ-ન્યુગીથી, વાનુઅનુ અને કિરિબાની જેવા અન્ય ટાપુ રાષ્ટ્રોને લોભાવવાની પણ ચીન કોશીશ કરી શકે તેમ છે.જેથી પ્રશાંત મહાસાગર ઉપર તેનું વર્ચસ્વ વધે.સહજ છે કે આથી અમેરિકા જાપાન અને ઓસ્ટ્રેલિયાની ચિંતા વધે.તે સર્વવિદિત છે કે જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સાથે વિવિધ કરારોથી જોડાયેલું છે.તેનો અર્થ જ તે થાય કે, ચીનની સાથે સશસ્ત્ર સંઘર્ષ થવાની સ્થિતિમાં જાપાન તે દેશોને સાથ આપશે. વાસ્તવમાં ચીન અને જાપાન વચ્ચે તો પેઢીઓથી અણબનાવ રહેલો છે.તેમાં સંરક્ષણ નીતિ અને ભૂ-રાજકીય તંગદિલીને લીધે જાપાનના ચીન સાથેના સંબંધો, બગડી રહ્યા છે.
જાપાનના સેન-કાકુ દ્વિપ સમુદ્ર જેને ચીન ડીયાઓયુ દ્વિપ સમુદ્ર કહે છે તેની ઉપર ચીને પોતાનો દાવો કર્યો છે.જાપાન કહે છે કે ત્યાં તો જાપાનીઓ વસે છે તે સામે ચીન કહે છે કે, મૂળ તો તે ટાપુઓ અમારા જ છે.તમે (જાપાનીઓ) ત્યાં ઘુસી ગયા છો.બીજી તરફ ચીન અને રશિયા વચ્ચે સંબંધો ગાઢ બની રહેતા જાપાનની ચિંતા વધી ગઈ છે.તેમાં હવે ચીન નારાઉ અને તુવાલુને પણ પોતાના પક્ષમાં લેવા પ્રયત્નો કરી રહ્યું છે.ચીન યુક્રેન યુદ્ધમાં રશિયાનું સમર્થક બની રહ્યું છે.તેથી રશિયા ચીનની નજીક આવી રહ્યું છે.તેવામાં તૈવાનની સમુદ્ર ધૂની અંગે પણ જાપાને સ્પષ્ટ વલણ લીધું છે.ચીન જો તૈવાન પર આક્રમણ કરે તો, તૈવાનને સહાય કરવા પ્રતિબદ્ધતા જાપાને દર્શાવી છે અને તેનો ઝડપભેર જવાબ આપવા તત્પર બન્યું છે.


