ભાવનગર : ભાવનગર તાલુકાના થળસર ગામે પાણી અને વીજળીની સમસ્યા છે.આ બાબતે વારંવાર રજુઆત કરવામાં આવેલ છે પરંતુ પ્રશ્ન હલ થતા નથી તેથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.પાણી અને વીજળીના પ્રશ્ને આજે બુધવારે ગ્રામજનોનુ ટોળુ ભાવનગરની સરકારી કચેરીએ રજુઆત કરવા આવ્યુ હતું.આ અંગે તત્કાલ યોગ્ય પગલા લેવા અધિકારીને જણાવ્યુ હતું.થળસર ગામના પાણી અને વીજળીના પ્રશ્ને આજે સોમવારે ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગના અધિકારી તેમજ વીજ તંત્રને રજુઆત કરી હતી.ગ્રામજનો મોટી સંખ્યામાં સરકારી કચેરીએ આવ્યા હતાં.પાણી પુરવઠા યોજના અંતર્ગત રોજીંદી વપરાશનુ પાણી મળતુ નથી જો આ રોજીંદી વપરાશનુ પાણી નહી મળે તો ગ્રામજનોને હીજરત કરવા મજબુર બનશે.નિયમીત પાણીનો જથ્થો કોઈ અકળ કારણોસર રાજકીય કિન્નાખોરીથી અપુરતો આપવામાં આવે છે, આવી રાજકીય સ્પર્ધાના કારણે આમ નાગરીકોને હાડમારી વેઠવાનો વારો આવે છે.પાણી પ્રશ્ને વારંવાર રજુઆત કરી છે પરંતુ હજુ પ્રશ્ન હલ થયો નથી.
ઉપરાંત પીજીવીસીએલમાંથી વીજ વધારો વારંવાર માંગવામાં આવેલ છે પરંતુ હજુ સુધી વીજ વધારો આપવામાં આવેલ નથી. વીજ વધારો નહી આપવામાં આવતા વારંવાર ટ્રાન્સફોર્મર બળી જવાની ઘટના બની રહી છે.પાણી અને વીજ પ્રશ્ન તત્કાલ હલ થાય તે માટે ગ્રામજનોએ માંગણી કરી છે ત્યારે સરકારી તંત્રએ તત્કાલ યોગ્ય પગલા લેવા જરૂરી છે.


