નવી દિલ્હી : તાજ મહેલમા હિન્દૂ દેવી-દેવતાઓની મૂર્તીઓ હોવાના દાવાને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના અધિકારીઓએ નકારી દીધા છે.આ અધિકારીઓનું કહેવું છે કે તાજ મહેલના ૨૨ રૂમના દરવાજા ખુલ્લા જ છે અને તેમાં દેવી દેવતાઓની કોઇ જ મુર્તીઓ નથી.
રિપોર્ટમાં દાવો કરાયો છે કે આ અધિકારીઓએ જણાવ્યું છે કે અત્યાર સુધી આ વિભાગના અધિકારીઓએ જે પણ તપાસ કે રિસર્ચ કર્યા છે તેમાં મૂર્તિઓનું અસ્તિત્વ હોવાના કોઇ જ પુરાવા નથી મળ્યા.તાજ મહેલ અંગે ઉંડી જાણકારી રાખનારાઓની વાત માનીએ તો મકબરામાં ૧૦૦થી વધુ સેલ છે.જે સુરક્ષાના કારણોને લીધા જનતા માટે બંધ રાખવામાં આવ્યા છે. સાથે જ આ સેલમાં કોઇ જ દેવી દેવતાની મૂર્તી હોવાની જાણકારી નથી મળી.
અગાઉ એક હાઇકોર્ટમાં અરજી થઇ હતી જેમાં આ સેલના દરવાતાઓને ખોલાવવાની માગણી કરવામાં આવી હતી.સાથે જ અરજીમાં એવા દાવા કરાયા હતા કે તાજ મહેલની અંદર મુર્તીઓ છે.જોકે આ દાવાઓને એએસઆઇ દ્વારા નકારવામાં આવ્યા છે.જે અરજી દાખલ થઇ હતી તે અયોધ્યાના રહેવાસી રજનીશસિંહ દ્વારા કરાઇ હતી.

