મુંબઈ : રાજ્યના માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખને ખભાની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાની પરવાનગી વિશેષ કોર્ટે નકારી કાઢી છે.આથી હવે દેશમુખે જે જે હોસ્પિટલમાં જ સારવાર લેવી પડશે.સારવાર દરમ્યાન હાજર રહેનાર ઘરના સભ્યનું નામ નોંધાવવા કોર્ટે જણાવ્યું છે.
મની લોન્ડરિંગ પ્રકરણે હાલ જેલમાં બંધ દેશમુખ સામે મુંબઈના માજી પોલીસ કમિશનર પરમ બીર સિંહે રૃ. ૧૦૦ કરોડની ખંડણીનો આરોપ મૂક્યો હતો.આ અંગેનો પત્ર તેમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મોકલ્યો હતો.પ્રકરણની તપાસ કરવા રાજ્ય સરકારને ચાંદીવાલ પંચની નિયુક્તિ કરી હતી.૨૦૧ પાનાંના અહેવાલમાં ચાંદીવાલ પંચ દેશમુખની કથિત રીતે ક્લિન ચિટ આપી હોવાનું કહેવાય છે.અહેવાલમાં સિંહના આરોપોમા ંતથ્ય નહોવાનું નોંધવામાં આવ્યું હોવાનું કહેવાય છે.રાજ્ય સરકારે જોકે અ ાસંબંધી કોઈ અધિકૃત ઘોષણા કરી નથી.


