– સુપ્રીમ કોર્ટ આવતી કાલે 3:00 વાગ્યે જ્ઞાનવાપી મામલે સુનાવણી કરશે
નવી દિલ્હી, તા. 19 મે 2022, ગુરૂવાર : વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી.કોર્ટે હાલ આ કેસમાં શુક્રવાર સુધી આ સુનાવણી સ્થગિત કરી છે.એમ પણ કહેવામાં આવ્યું કે, ત્યાં સુધી વારાણસી કોર્ટમાં પણ તેના પર સુનાવણી નહીં થશે.
હિન્દુ પક્ષે વકીલ વિષ્ણુ જૈનને સુનાવણી સ્થગિત કરવાની માંગ કરી અને પોતાનો જવાબ દાખલ કરવા માટે કાલ સુધીનો સમય માગ્યો છે.જૈને કહ્યું કે, વરિષ્ઠ વકીલ હરીશંકર જૈનની તબિયત ખરાબ છે.આ વાતને ધ્યાનમાં રાખી આ મામલાને સ્થગિત કરવામાં આવ્યો છે.હિન્દુ પક્ષની આ માંગ પર મુસ્લિમ પક્ષે વિરોધ કર્યો છે.મુસ્લિમ પક્ષે વકીલ હુફૈઝા અહમદીએ કેસને સ્થગિત ન કરવાની માંગ કરી હતી.સુપ્રીમ કોર્ટે બંને પક્ષોની દલીલ સાભળ્યા બાદ કાલ સુધી વારાણસી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.હવે આ મામલે કાલે સુનાવણી થશે.
આ પહેલા જ્ઞાનવાપી મસ્જિદ પર વારાણસી કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કરવામાં આવી ચૂક્યો હતો.આ ઉપરાંત આજે શાહી ઈદગાહ મસ્જિદ મામલે મથુરા કોર્ટમાં સુનાવણી થવાની છે જેના પર અમારી નજર રહેશે.
કાલે ત્રણ વાગ્યે થશે સુનાવણી
ચીફ જસ્ટિસે કહ્યું કે, અમે કાલે આ મામલે સુનાવણી કરીશું.ચીફ જસ્ટિસે પોતાના આદેશમાં કહ્યું કે, મુસ્લિમ પક્ષે આશંકા વ્યક્ત કરી છે કે, નીચલી અદાલતમાં કેસ ચાલી રહ્યો છે પરંતુ જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ સુનાવણી નહીં કરે ત્યાં સુધી નીચલી અદાલત સુનાવણી નહીં કરે.સુપ્રીમ કોર્ટે ત્યારબાદ કાલ સુધી વારાણસી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.સુપ્રીમ કોર્ટ હવે કાલે એટલે કે, શુક્રવારે 3:00 વાગ્યે જ્ઞાનવાપી મામલે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તરત જ નીચલી કોર્ટના વકીલો અને સંબંધિત અધિકારીઓને કાર્યવાહી ન કરવા અંગે સૂચના આપી દેવામાં આવી છે.

