બારડોલી : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં ધોરણ પારડી ગામે તાપી નદીમાં મિત્રો સાથે નાહવા ગયેલ 9 વર્ષીય બાળકીનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું છે.
ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ કામરેજ તાલુકાનાં ધોરણ પારડી ગામે રહેતી પૂજા મુકેશભાઈ વસાવા (ઉ.વ.9) કે જે આજરોજ બપોરના સમયે તેના મિત્રો સાથે ધોરણ પારડી ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં નાહવા ગઈ હતી.અને તે સમયે અચાનક પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ડૂબી ગઈ હતી.ઘટના અંગે કામરેજ ઇ.આર.સી ની ટીમને જાણ કરતાં તેઓ સ્થળ ઉપર પહોંચી તાપી નદીમાં બાળકીની શોધખોળ શરૂ કરી હતી.એક કલાકની જહેમત બાદ ઊંડા પાણીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
મિત્રો સાથે તાપી નદીમાં નાહવા ગયેલ 9 વર્ષીય બાળકીનું ડૂબી જવાથી મોત

Leave a Comment

