બારડોલી : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં ઊંભેળ ગામની સીમમાં ને.હા-48 પર પેટ્રોલ પંપની બાજુમાં આવેલ વર્કશોપમાં આગ લાગતાં અફરા તફડી મચી ગઈ હતી.ઇંડિયન પેટ્રોલ પંપની બાજુમાં ફેબ્રિકેશન કેબિન બનાવતા વર્કશોપમાં આગ લાગી હતી.પંપની નજીક જ વર્કશોપમાં આગ લાગતાં લોકોમાં ભય જોવા મળ્યો હતો.ઘટના અંગે કામરેજ ફાયર વિભાગને જાણ કરતાં તેઓ તુરત સ્થળ ઉપર પહોંચ્યા હતા અને થોડા સમય માટે પંપ બંધ કરવામાં આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી.


