નવી દિલ્હી,તા. 20 મે 2022,શુક્રવાર વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના ફિલ્માંકનનો એક રિપોર્ટ ગુરૂવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.આ મામલે હિંદુ અરજીકર્તાઓએ મસ્જિદ પરિસરની અંદર મૂર્તિઓ હોવાનો દાવો કરીને તેમની પૂજા કરવા માટે મંજૂરી આપવાનો આગ્રહ કર્યો હતો.સીલબંધ કવરમાં જમા કરવામાં આવેલા રિપોર્ટની એક કોપી અરજીકર્તાઓના વકીલો તરફથી શેર કરવામાં આવી છે.આ રિપોર્ટ અરજીકર્તાઓ દ્વારા મસ્જિદમાં હિંદુ મૂર્તિઓની ઉપસ્થિતિના પુરાવા અંગેના દાવાનું સમર્થન કરતો હોવાનું પ્રતીત થાય છે.જોકે અમે આ રિપોર્ટની સત્યતાની પુષ્ટિ નથી કરતા.જાણવા મળ્યા મુજબ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે,મસ્જિદના બેઝમેન્ટના થાંભલાઓમાં ફૂલનું નકશીકામ અને એક કળશ છે.

