લંડન : તા.૨૨ માંચેસ્ટર સિટીએ એસ્ટન વિલા સામે ૦-૨થી પાછળ પડયા બાદ જબરજસ્ત કમબેક કરતાં ૩-૨થી જીત હાંસલ કરતાં ઈંગ્લિશ પ્રીમિયર લીગ ચેમ્પિયન તરીકેનું ટાઈટલ જાળવી રાખ્યું હતુ.જો માંચેસ્ટર સિટી આ મેચ હારી જાત તો તેઓ ઈપીએલ ટાઈટલ ગુમાવે તેમ હતા.કારણ કે સમાંતર ચાલી રહેલી મેચમાં બીજા સ્થાને રહેલી લીવરપૂલ કલબે વોટફોર્ડ સામેની મેચ ૩-૧થી હરાવ્યું હતુ.અલબત્ત સિટીએ જીત હાંસલ કરતાં એક પોઈન્ટના અંતરથી લીવરપૂલને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતુ.ભારે રોમાંચક મેચમાં એસ્ટન વિલા સામે માંચેસ્ટર સિટીએ આખરી ૧૫ મિનિટમાં ત્રણ ગોલ ફટકાર્યા હતા. જેમાંથી બે ગોલ અવેજી ખેલાડી તરીકે ઉતરેલા ઈકાય ગ્યુન્ડોગને નોંધાવ્યા હતા.જ્યારે એક ગોલ રોડ્રિએ નોંધાવ્યો હતો.લીવરપૂલે બે ગોલના અંતરથી વોટફોર્ડને હરાવ્યું હતુ.જોકે આ સફળતા તેમને ટાઈટલ જીતાડી શકી નહતી.
સિટીની આ જીત તેમણે મેળવેલા સૌપ્રથમ ટાઈટલ જેવી રોમાંચક રહી હતી.સિટીએ તેના છ ટાઈટલમાંથી પહેલું ટાઈટલ માંચેસ્ટર સિટીને ગોલ ડિફરન્સથી હરાવીને મેળવ્યું હતુ.ત્યારે સર્જીયોએગ્યુરોએ ૯૩મી મિનિટે ફટકારેલો ગોલ સિટી માટે નિર્ણાયક સાબિત થયો હતો.


