બારડોલી : કડોદરા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ જય ભારત ડાંઈગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં ગત 18 મેં ના રોજ સવારના 10 વાગ્યાના અરસમાં છોટેલાલ ગુલાબભાઈ રાય(ઉ.વ.33)તેમજ ઉજવલ શ્રીલાલ મિશ્રા(ઉ.વ.25)બંને(રહે સુરત શહેર અમરોલી વિસ્તાર મૂળ દેવરિયા જિલ્લો ઉત્તર પ્રદેશ)નાઓ મિલમાં કોલસાના ગોડાઉનના પતરાના શેડ ઉપર ચઢ્યા હતા જે દરમિયાન સેફટી બેલ્ટની હુક લગાવતી વખતે એકાએક બને નીચે પટકાયા હતા જેમાં છોટેલાલને કમરના ભાગે ઘસરકા સાથે ઇજા થઇ હતી તેમજ ઉજ્જવલ મિશ્રાને ડાબા હાથે ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે બને મજૂરો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે દર વર્ષે ચોમાસા પહેલા કડોદરાની આસપાસની મિલોમાં પતરા સાફ સફાઈ દરમિયાન મજૂરો પટકાવવાની ઘટનાઓ સામે આવે છે છતાં તંત્ર દ્વારા આજ સુધી નક્કર પગલાં લેવામાં આવ્યા નથી હાલ કડોદરા પોલીસે આ મામલે ફક્ત જાણવા જોગ ફરિયાદ લઈ સંતોષ માન્યો હોવાનું જાણવા મળ્યું છે


