અમદાવાદ : ગુજરાતના IAS અધિકારી કે.રાજેશ સામે ભ્રષ્ટાચારના અનેક આરોપો લગાવવામાં આવ્યા છે,જઓને CBI દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હોવા છતાં સોમવારે CBI સમક્ષ પૂછપરછ માટે હાજર થયા ન હતા.CBIના સૂત્રોએ જણાવ્યું હતું કે,CBI ત્રણ સમન્સ પાઠવે છે અને પછી તેમને ફરાર જાહેર કરી ધરપકડ કરી શકે છે એમ,CBIના સૂત્રોએ ઉમેર્યું હતું.CBI સૂત્રોએ જણાવ્યું કે,તપાસ દરમિયાન સામે આવ્યું કે,રાજેશે બંદૂકના લાયસન્સ માટે અરજી કરનારાઓ પાસેથી રૂ.5 લાખની માગણી કરી હતી.તેણે રૂ.3 લાખ રોકડા લીધા હતા અને બાકીની રકમ કે.રાજેશની સૂચના પર મેસર્સ જીન્સ કોર્નર,સુરતના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી,જે રફીક મેમણની માલિકીની છે.CBI દ્વારા રફીક મેમણની ધરપકડ કરી લેવામાં આવી છે.તેની પૂછપરછમાં કબૂલાત કરવામાં આવી છે કે,હથિયારના લાઇસન્સ માટે તેણે એક અરજદારને ડ્રેસ મટિરિયલ વેચ્યું હોવાનું બતાવ્યું તેની પાસેથી લાંચની રકમ પોતાના ખાતામાં જમા કરાવી હતી.આવી બાબતો અંતર્ગત મેમણ દ્વારા બોગસ ઇન્વોઇસ બનાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત અત્યારના લાયસન્સ માટે રજૂઆત કરનાર અરજદારે તપાસ કરનાર અધિકારીને એવું પણ જણાવ્યું હતું કે,કલેકટરે અરજદારને પહેલા સુજલામ સુફલામ યોજના માટે દાન આપવાની માગણી કરી હતી.જે રકમ SBI બેન્કમાં જમા કરવામાં આવી હતી.આ રકમ સુરત ખાતે ઉપાડી લેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે,જેના રેકોર્ડ રજૂ કરવામાં આવ્યા હતા.સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર તરીકે કે. રાજેશે લગભગ 271 બંદૂકના લાઇસન્સ ઇશ્યુ કર્યા છે,જેમાંથી 100 અરજદારોની અરજી પર જિલ્લા પોલીસ વડાનો(SP)નેગેટિવ ઓપિનિયન હતો છતાં કે.રાજેશે આ લાઈસન્સ મંજૂર કર્યા હતા.


