મહારાષ્ટ્રમાં સરકારી હોસ્પિટલોની નર્સો 28મેથી બે મુદત આંદોલન છેડશે

122

મુંબઇ : કોન્ટ્રાક્ટ પધ્ધતિથી પદ ભરવાના મહારાષ્ટ્ર રાજ્ય પરિચારિકા(નર્સ)સંગઠને તીવ્ર વિરોધ કર્યો છે.આ ખાનગી કરણનો વિરોધ દર્શાવવા માટે સરકારી હોસ્પિટલોમાં આજથી રાજ્ય પરિચારિકા સંગઠન વતી રાજ્ય વ્યાપી આંદોલન શરૃ કર્યું છે.મુંબઇની જે.જે.સમૂહ હોસ્પિટલની નર્સોએ કામ બંધ કરીને એક કલાક સુધી દેખાવ કર્યો હતો.સૂત્રોચ્ચાર કર્યા હતા.જો તેમની માગણી બાબતે સરકાર ઘટતું નહિ કરે તો ૨૮મેથી નર્સો બે મુદત આંદોલન છેડશે.નર્સોનો ખાનગી કરણનો તીવ્ર વિરોધ કરી રહી છે.આમ નર્સોએ એક જૂથ થઇને ખાનગીકરણ બંધ કરો એવા નારા લગાડતી હતી.આ દરમિયાન શાસને ચર્ચા માટે સમય આપ્યો નહી તો ૨૮મે ૨૦૨૨થી સંપૂર્ણ રાજ્યમાં બે મુદત આંદોલન છેડવાની ચીમકી મહારાષ્ટ્ર પરિચારિકા સંગઠને સરકારને આપી છે.

Share Now