બારડોલી : આજરોજ વહેલી સવારે પલસાણા તાલુકાના બગુમરા ગામેથી પસાર થતી કાંકરાપાર ડાબા કાંઠાની મેઈન કેનાલના ને.હા.6પરના બગુમરા પુલ નીચે અટકેલી એક અજાણી અંદાજીત 40 થી 45 વર્ષની મહિલાનો મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો.સ્ત્રીએ શરીરે કેસરી રંગની ડિઝાઇન વાળી બ્લાઉઝ તેમજ અર્ધી સાડી અને લીલો ચણીયો પહેર્યો હતો તેમજ ડાબા હાથમાં એક બંગડી પહેરી હતી લાશ નહેરમાં આગળ હલધરું ગામ તરફથી તણાઈ આવી અહીં અટકી હોવાની લાગી રહ્યું હતુ લાશ ગણા દિવસથી પાણીમાં હોવાના કારણે ફૂલી ગઈ હતી તેમજ કાન તેમજ શરીરનો કેટલીક ચામડીનો ભાગ માછલીઓ કે અન્ય જીવે ખાઈ લીધો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે લાશનો કબજો મેળવી મૃતક મહિલાના વાલી વારસોને શોધવાની તજવીજ હાથધરી છે.


