સુરત : છેલ્લા છ મહિનાથી પાણીની ભંગાર પાઇપ લાઇન રીપેર કરાવવા માટે દોડા દોડી કરતા ખેડુતોએ એક જ ચીમકી આપી કે સાત દિવસમાં નિકાલ નહીં થાય તો ગ્રામજનો પાઇપ લાઇન તોડી નાંખશે. આ ચીમકી કારગત નીવડી હોઇ તેમ પ્રાથમિક તપાસમાં આ પાઇપ લાઇન એએમએનએસ ની હોવાનું બહાર આવ્યુ છે.અને ખેડુતોએ નુકસાનીનું વળતર ચૂકવે પછી જ રીપેર કરવા માટે લડત શરૃ કરી છે.
હજીરાપટ્ટીની કંપનીઓમાં પાણી સપ્લાય કરવા માટે સુરતથી વરીયાવ જુથમાંથી અને તાપી નદીમાંથી પાઇપ લાઇન છેક કંપની સુધી લંબાવીને પાણી પહોંચાડાય છે.આ પાઇપ લાઇનમાંથી દામકા ગામમાંથી પસાર થતી એક પાઇપ લાઇનમાં છેલ્લા છ મહિનાથી ભંગાર પડતા પાણી ખેતરોમાં ફરી વળતા ખેતીપાકને નુકસાન થઇ રહ્યુ છે.ખેડુતો છેલ્લા છ મહિનાથી લડત ચલાવતા હતા.આખરે આ પાઇપ લાઇન કોઇ રીપેર નહીં કરશે તો સાત દિવસમાં જાતે તોડી નાંખશે.એવી ચીમકી આપી હતી.બીજી તરફ પાઇપ લાઇન વારાફરતી બંધ કરીને પણ ચકાસવાનુ નક્કી કરાયુ હતુ.આ અગે ગ્રામજનોના જણાવ્યા મુજબ આ પાઇપ લાઇન અંગે ચીમકી આપતા પ્રાથમિક તબક્કે આ પાઇપ લાઇન જુની એસ્સાર કંપની અને હાલની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ(એએમએનએસ)ની હોવાનું બહાર આવ્યુ છે.કંપની દ્વારા પાઇપ લાઇનની ચકાસણી પણ થઇ છે.અને જુની જે પાઇપ લાઇન છે.તે તુટી હોવાનું જણાવ્યુ છે.ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે અમો છેલ્લા છ મહિનાથી પાઇપ લાઇન રીપેર કરાવવા માટે દોડાદોડી કરતા હતા.કોઇ સ્વીકારવા તૈયાર ના હતુ.આ છ મહિનામાં ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ખેતી થઇ શકી નથી.આથી ખેડુતોએ ખેતીપાકને નુકસાનને લઇને વળતરની માંગ કરી હોવાની માહિતી સુત્રો દ્વારા સાંપડી છે.
જુની એસ્સાર કંપની અને હાલની એએમએનએસ ની જુની પાઇપ લાઇન હોવાનું બહાર આવ્યુ
Leave a Comment

