સુરત : તા 25 મે 2022 બુધવાર : પ્રવાસીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ મુંબઈ સેન્ટ્રલ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ,ઓગસ્ટ ક્રાંતિ,દુરંતો અને સંપર્ક ક્રાંતિ સહિત 31 જોડી ટ્રેનોમાં લિનનની વ્યવસ્થા ફરીથી શરૂ કરી દીધી છે.લિનન(બેડશીટ,ધાબળા વગેરે)ની જરૂરિયાત માટે લિનનની ઉચિત ગુણવત્તા શ્રેણીબદ્ધ પગલાંઓ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.આ હેતુ માટે લિનનની મોટી માત્રામાં ખરીદી કરવામાં આવી રહી છે.રેલવે આ સેવાને 100 ટકા કરવા માટેનો પ્રયત્ન કરી રહી છે,એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું છે.ટ્રેન મારફત યાત્રીઓના સફર દરમિયાન કોવિડ-19 હેતુ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ અને કોવિડ મહામારી ધ્યાનમાં લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.ભારતીય રેલવે દ્વારા આ પ્રતિબંધ પરત ખેંચવાના નિર્ણય બાદ પશ્ચિમ રેલવેએ 31 જોડી ટ્રેનોમાં લિનનની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે.

