By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિમાન ૧૦ ફૂટ નીચે આવી જતાં અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > વિમાન ૧૦ ફૂટ નીચે આવી જતાં અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
AhmedabadGeneral

વિમાન ૧૦ ફૂટ નીચે આવી જતાં અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

HM News
Last updated: 25/05/2022 7:10 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : ટોરન્ટોથી દિલ્હી જઇ રહેલા વિમાનમાં અચાનક એર ટર્બ્યુલન્સ સર્જાતાં મુસાફરોના રીતસરના જીવ તાળવે ચોંટી ગયા હતા.આ પ્રકારની રેરેસ્ટ ઓફ ધ રેર ઘટનામાં વિમાન ખરાબ વાતાવરણમાં સપડાતાં હવાનું પ્રેશર વધી ગયું હતું અને જેના કારણે એક પ્રકારનું આકાશમાં એર પોકેટ બનતા એક સાથે નવ મુસાફરોની તબિયત લથડી ગઈ હતી.જેના કારણે આ ફ્લાઈટને તાકીદે અમદાવાદ એરપોર્ટ પર સોમવારે મોડી રાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવુ પડયું હતું.પ્રાપ્ત થતી વિગતો મુજબ સોમવારે ફરીથી દિલ્હીમાં અચાનક ખરાબ વાતાવરણથી ફ્લાઇટોને લેન્ડિંગ ક્લિયરન્સ ન મળતા ટોરન્ટોથી દિલ્હી આવતી ફ્લાઇટને અમદાવાદ ડાઇવર્ટ કરવી પડી હતી.આ ફ્લાઇટને હવામાં ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડયો હતો.ફ્લાઇટ ૩૦ હજાર ફુટ પરથી સીધી ૧૨ હજાર ફુટ નીચે આવી જતા સવાર મુસાફરો રીતસરના ગભરાઈ ગયા હતા.કેપ્ટને ક્રુને તમામ મુસાફરોને સીટ બેલ્ટ બાંધવા માટે એનાઉન્સમેન્ટ કરાયું હતું.બીજીતરફ કમનસીબી એ પણ હતી કે આજ સમયે દિલ્હીમાં ખરાબ વાતાવરણથી ફ્લાઈટ લેન્ડ ન થતા રાતે ૧૨ વાગે ફ્લાઇટને અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી હતી.એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થાય તે પહેલાં કેપ્ટને અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલર(એટીસી)ને એક સાથે નવ જેટલા મુસાફરોની મેડિકલ ઇમરજન્સીનો મેસેજ આપ્યો હતો.ફ્લાઇટ લેન્ડ થાય તે પહેલા રેમ્પ પર એમ્બ્યુલન્સ તૈનાત કરી દેવામાં આવી હતી.

તમામ મુસાફરોને ફ્લાઈટમાંથી નીચે ઉતારી સાત જેટલા શ્વાસ લેવામાં પડી રહેલી તકલીફથી પ્રાથમિક ઈલાજ કરવામાં આવતા તમને હોસ્પિટલ લઈ જવાની જરૃર પડી ન હતી પણ બાકીના બે મુસાફરોની હાલત થોડી ગંભીર જણાતા એપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જેમાં ૫૨ વર્ષના ફિરોઝ ખાન અને ૨૪ વર્ષીય મહિલા ફોરેનર ક્રુ સુલનને મોડી રાતે સારવાર અર્થે એપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.અમદાવાદ એરપોર્ટ પરથી એર કેનેડાની આ ફ્લાઈટ આજે સાંજે રવાના થઈ હતી.

ગુજરાતમાં કોરોના: અમદાવાદમાં બે અને વડોદરામાં એક નવા કેસ : રાજ્ય સરકાર એલર્ટ
PSIની પ્રિલિમીનરી પરીક્ષામાંં ૪૩૧૧ ઉમેદવારો ઉર્તીણ થયા
પેલેસ્ટાઇને પત્રકાર શિરીન અબુ અકલેહ હત્યામાં IDF તપાસને નકારી કાઢી, કેસ ICC સમક્ષ લાવવાની માંગણી
ઉકાઈ ડેમમાં 33 હજાર ક્યુસેક્સ પાણીની આવરોઃ સપાટી 315.72 ફુટ
ગેંગસ્ટર છોટા રાજને વેબ સીરિઝ “સ્કૂપ” વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટ અરજી કરી
Share This Article
Facebook Email Print
Previous Article દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી
Next Article જેઈઈ પરીક્ષા હવે વિશ્વભરના 25 દેશોમાં લેવાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up