મુંબઈ : મની લોન્ડરિંગ કેસમાં રાજ્યના પ્રધાન અને એનસીપીના નેતા નવાબ મલિકના પુત્રો અને પત્નીને પૂછપરછ માટે બોલાવ્યા હોવા છતાં કોઈ હાજર રહ્યું નહોવાની માહિતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આરોપનામામાં જણાવી છે.મલિકની પત્ની મહેજબિનને ત્રણ વાર બોલાવાઈ હતી જ્યારે પુત્ર ફરાજ મલિકને પાંત વાર બોલાવ્યો હતો.પણ એમાંના કોઈ ઈડી સમક્ષ હાજર રહ્યા નહોતા,એમ આરોપનામામાં જણાવાયું હતું.ઈડીએ દાવો કર્યો છે કે મલિકને ભાગેડુ ગેન્ગસ્ટર દાઉદ ઈબ્રાહિમની ડી કંપની સાથે લાંબા સમયથી સંબંધ છે.ઈડીએ વિશેષ પીએમએલએ કોર્ટ સમક્ષ આરોપનામું દાખલ કર્યું છે.જેમાં ઈડીએ મલિકના ડી કંપની સાથેના સંબંધે અને ગોવાવાલા ઈમારત કમ્પાઉન્ડને હડપ કરવાના કાવતરા વિશે જણાવ્યું હતું.વિશેષ કોર્ટે ૨૦ મેના રોજ ઈડીના આરોપનામાની નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે પ્રથમદર્શી પુરાવા પરથી જણાય છે કે મલિક મની લોન્ડરિંગમાં સંકલાયેલા છે.


