By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સોલામાં છ વર્ષના બાળકનું અપહરણ કરી શીલજ નજીક ફેંકી દીધો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સોલામાં છ વર્ષના બાળકનું અપહરણ કરી શીલજ નજીક ફેંકી દીધો
AhmedabadGeneral

સોલામાં છ વર્ષના બાળકનું અપહરણ કરી શીલજ નજીક ફેંકી દીધો

HM News
Last updated: 27/05/2022 5:35 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : સોલાના પાર્ક વ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા છ વર્ષના બાળકનું પડોશમાં જ રહેતા બેકાર યુવકે અપહરણ કરી ખંડણી પડાવવાનો પ્લાન ઘડ્યો હતો.જોકે,પાડોશી યુવક બાળકનું અપહરણ કર્યા બાદ ખંડણી માગવાની હિંમત કરી શક્યો નહોતો તેથી બાળકને શીલજ નજીક અવાવરૂ જગ્યાએ લઇ જઇ માથાના ભાગે ઇજા પહોંચાડી ફેંકી દીધો હતો.બીજી તરફ સોસાયટીના જાગૃત વડીલોએ તેમની નજર સામે રમતાં બાળકો પૈકી એક બાળક નજરે નહિ પડતાં તેની શોધખોળ કરવાની સાથે પરિવારને જાણ પણ કરી હતી.સોલા પોલીસે તરતજ સીસીટીવી ફૂટેજ ચેક કરી અડધા કલાકમાં તો બાળકનું અપહરણ કરનાર યુવકને ઝડપી લઇ બાળકને શોધી સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો.સોલા પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર.વાઘેલા અને પીએસઆઇ જે.જે રાણાએ બાળક ગુમ થયા બાદના સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કરતાં એક જ કાર સોસાયટીની બહાર ગઇ હોવાનું જણાતું હતું.બીજા કેમેરા ચેક કરતાં બાળક જે તે કારમાં નજરે પડતાં ભેદ ઉકેલાઇ ગયો હતો.અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી બાળકોના અપહરણની ઘટના વધી રહી છે.આવી એક ઘટનામાં સોલાના પાર્કવ્યુ એપાર્ટમેન્ટમાં મોડી સાંજે છ વર્ષનો બાળક રમતા રમતા ગુમ થઈ ગયો હતો.જોકે,લાંબા સમય સુધી અન્ય બાળકો સાથે રમતો આ બાળક નજરે નહિ પડતા સોસાયટીના રહીશોએ આ બાબતની જાણ તેની માતાને કરી હતી.બાદમાં સોસાયટીના તમામ સભ્યોએ આસપાસ,પાર્કિંગમાં અને ટેરેસ પર તપાસ કર્યા બાદ પણ બાળકની ભાળ નહિ મળતાં પોલીસને જાણ કરી હતી.ઘટનાની ગંભીરતા જોતાં પોલીસ ઇન્સ્પેકટર સહિતની ટીમ ત્યાં દોડી ગઇ હતી.

સૌ પ્રથમ પોલીસે ફ્લેટમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી જેમાં માટે એક જ ગાડી ફ્લેટની બહાર અને થોડીવારમાં પરત આવી હોવાનું જાણવા મળ્યું હતું.જેથી પોલીસે અન્ય સીસીટીવી તપાસતા તે જ બાળકને કારની ડીકીમાં મૂકાતો હોવાનું નજરે પડ્યું હતું.જેના આધારે પોલીસે એ જ ફ્લેટના એ બ્લોકમાં રહેતા રાહુલ પટેલ નામના યુવકની પૂછપરછ કરી હતી.જેમાં તે ભાંગી પડ્યો હતો અને પોતે જ આ બાળકનું અપહરણ કરીને તેને માથાનાં પાછળના ભાગે ઈંટ મારી ઇજા પહોંચાડીને શીલજ નજીક અવાવરૂ જગ્યામાં ફેંકી આવ્યો હોવાની કબુલાત કરી હતી.જેથી પોલીસે તાત્કાલિક એક ટીમ ત્યાં રવાના કરતા બાળક બેભાન અને ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો.જેને પોલીસે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી આરોપી વિરૂદ્ધ અપહરણ અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે,યુવક છેલ્લા કેટલાક સમયથી ભાડે રહે છે,પરંતુ હાલ કોઈ કામ ધંધો ન હોવાથી બેકાર છે.પૈસાની ખૂબ જ જરૂર હોવાથી તેણે પાડોશી બાળકનું અપહરણ કરી તેની પરિવાર પાસેથી મોટી ખંડણી પડાવવાનો પ્લાન ઘડ્યો હતો.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article U.N. મહેતા હોસ્પિટલને બદનામ કરનારા RMOની ધરપકડ બાદ છૂટકારો
Next Article નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ માટે AMTS-BRTS મુકાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up