મુંબઈ : એસબીઆઈના ઈકોનોમિસ્ટ્સે ગુરુવારે કહ્યું હતું કે વિતેલા નાણાકીય વર્ષ 2021-22ના છેલ્લાં ક્વાર્ટર(જાન્યુઆરી-માર્ચ)માં દેશનો જીડીપી ગ્રોથ 2.7 ટકા રહેશે તેવી ધારણા છે.તેને પગલે વિતેલા સમગ્ર વર્ષનો જીડીપી ગ્રોથ 8.5 ટકા રહેવાનો અંદાજ છે.જોકે તેમણે કહ્યું હતું કે અનેક વાર આંકડાનું રિવિઝન થયું હોવાથી ચોક્કસ આંકડા આપવા મુશ્કેલ છે અને આવા સમયમાં અંદાજ લગાવવો એ દુઃસ્વપન જોવા જેવું છે.Q4ના સત્તાવાર આંકડા 31 મેના રોજ જાહેર થશે.એસબીઆઈના ઈકોનોમિસ્ટ્સે કહ્યું હતું કે “અમને લાગે છે કે માર્ચના ક્વાર્ટર(Q4)ના જીડીપીનો અંદાજ આપવામાં ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. વિતેલા વર્ષના પ્રથમ ક્વાર્ટર (Q1)ના 20.3 ટકાના આંકડામાં રિવિઝનમાં એક ટકાનો પણ ઘટાડો કરવામાં આવે તો Q4નો જીડીપી ગ્રોથ 3.8 ટકા થઈ જાય તેવી સ્થિતિ છે.”
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ(CSO)એ Q4 જીડીપી ~41.04 લાખ કરોડ અંદાજ્યો હતો અને સમગ્ર વર્ષ 2021-22 માટે રિયલ જીડીપી~147.7 લાખ કરોડ અંદાજ્યો હતો,જે કોરોનાકાળ પહેલાના સમય કરતાં 1.7 ટકાનો સુધારો દર્શાવે છે.એસબીઆઈના નાઉકાસ્ટિંગ મોડેલ(જેમાં અગાઉના ક્વાર્ટરના આંકડા યથાવત્ રાખીને ગણતરી કરવામાં આવી છે)મુજબ Q4નો જીડીપી ~40 લાખ કરોડ થાય છે,મતલબ કે સીએસઓના અંદાજ કરતા~1 લાખ કરોડ ઓછો થાય છે.એસબીઆઈના અર્થશાસ્ત્રીઓએ તેમની નોંધમાં કહ્યું છે કે“Q1,Q2 અને Q3ના જીડીપીના અંદાજ ઘટાડાશે તો તેની Q4 પર અસર થશે.પ્રત્યેક~10,000 કરોડના રિવિઝનથી જીડીપી ગ્રોથ પર 0.07 ટકાની વત્તા-ઓછા અસર થાય છે.”બીજી મૂંઝવણ Q4માં ગ્રોસ વેલ્યૂ એડેડ(જીવીએ)અને જીડીપીના આંકડા વચ્ચેના અંતરની રહેશે કારણ કે Q4માં જીડીપી કલેક્શન રેકોર્ડ બ્રેક થયું છે.તેને કારણે જીડીપીના આંકડા સારા એવા વધી શકે,પરંતુ જીવીએ ઓછી થઈ શકે.


