બારડોલી : પાંચ દિવસ અગાઉ પલસાણાના જોળવા ગામે ગામની જનતાએ મોડી રાતે મિલમાં જનતા રેડ કરી મિલના બોયરલમાં સળગાવવા આવતો ઝેરી કેમિકલ યુક્ત કાપડની ચીંધીઓ ઝડપી પાડવામાં આવી હતી.આ મુદ્દે ગામના સરપંચની શંકાસ્પદ ભૂમિકા બહાર આવતા ગામના યુવાનો પંચાયતને સાઈડ ટ્રેક કરી ગામના 50 થી વધુ યુવાનોનું સંઘથન ઉભું કર્યું અને જેમાં ઠરાવ કરવામાં આવ્યો કે આ મુદ્દે પંચાયત પગલાં ભરે કે નહીં ભરે તેઓ આ બને મિલ ક્યુબાટીક્સ અને ધનુધર મિલ જ્યાં સુધી આ હાલના બોઇલરની જગ્યાએ FBC બોઇલર નહિ લગાવે ત્યાં સુધી મિલને ચાલવા દેવામાં આવશે નhi અને જો મિલ સંચાલકો આ મુદ્દે મિલ શરૂ કરશે તો આવનારા દિવસમાં આંદોલન ઉગ્ર બનશે.આ પ્રદુષણના મામલાને લઈ યુવા સંગઠન જવાબદાર તંત્ર ગુજરાત પોલ્યુશન બોર્ડ તેમજ કલેક્ટર કચેરી અને જરૂર પડ્યે ગાંધીનગર સુધી ગામ હિતમાં લડી લેવાના મૂડમાં દેખાઈ આવ્યા હતા.


