અમદાવાદ : આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)2022 સીઝનના સમાપન સમારોહ બાદ ફાઈનલ મેચ રમાશે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આ મેચ રમાશે.ફાઇનલ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે,પરંતુ તે પહેલા સમાપન સમારોહ યોજાશે.આ સમારોહ લગભગ 65 મિનિટનો હશે.આ સેરેમની સાંજે 6.25 વાગ્યાથી શરૂ થશે.આ સમાપન સમારોહમાં ઓસ્કાર એવોર્ડ વિજેતા સંગીતકાર એઆર રહેમાન,બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને સિંગર નીતિ મોહન પરફોર્મ કરતા જોવા મળશે.નીતિ મોહન અને એઆર રહેમાન સ્ટેડિયમ પણ પહોંચ્યા હતા અને અહીં તેમણે પ્રેક્ટિસ પણ કરી હતી.આનો એક વીડિયો પણ નીતિ મોહને શેર કર્યો છે.


