By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના વાઇરસના ફેલાવા અંગે જાપાને કેવી રીતે બ્રેક લગાવી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોના વાઇરસના ફેલાવા અંગે જાપાને કેવી રીતે બ્રેક લગાવી
GeneralInternational

કોરોના વાઇરસના ફેલાવા અંગે જાપાને કેવી રીતે બ્રેક લગાવી

HM News
Last updated: 24/03/2020 8:13 PM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 24 માર્ચ 2020, મંગળવાર

ચીનના વુહાન શહેરમાંથી નીકળીને સમગ્ર દુનિયાને પોતાના સકંજામાં લેનાર કોરોના વાઇરસને નિયંત્રણમાં લઇ લેવામાં આવ્યો છે તેવું ચીની સરકાર અને સ્થાનિક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે. આ વાઇરસને કારણે ઘણાં દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ છે.

ઇટાલીમાં કોરોના વાઇરસને કારણે 5477 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે ભારતમાં 500 જેટલા કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 10 લોકોના આ વાઇરસથી મોત થયા છે. આ કહેર વચ્ચે જાપાન જેવો દેશ પોતાના ઉમદા પ્રયાસોને લઇને ચર્ચામાં છે. આવામાં સવાલ એ છે કે જાપાને એવું તો શું કર્યું કે કોરોના વાઇરસની સ્પીડ પર બ્રેક લગાવી દીધી?

હેરાની એ વાતની છે કે જાપાને ના કોઇને કોરોન્ટાઇનમાં રાખ્યા કે ન કોઇને આઇસોલેશનમાં મોકલ્યા. આ સિવાય જાપાને લોક ડાઉન પણ નથી કર્યું છતાં ત્યાં લોકો સામાન્ય જીવન જીવી રહ્યા છે. જાપાને દુનિયાથી વિરુદ્ધ પોતાના એવા ક્ષેત્રોની તપાસ કરી જ્યાં કોરોના પીડિત વ્યક્તિઓ છે. જાપાને આવા દર્દીઓનો સંપર્ક કર્યો અને વિદેશથી આવનાર લોકોને તુરંત ઓળખ કરી અને એવા જ લોકોની તપાસ કરી જેમનામાં આ વાઇરસના લક્ષણો હોય.

22 માર્ચ સુધી જાપાનમાં કોરોના વાઇરસથી પીડિત 1000 લોકો હતા, જેમાં 50ના મૃત્યુ થઇ ચૂક્યા છે. છતાંય જાપાને ઘણે અંશે આ રોગ પર કાબૂ મેળવી લીધો છે. ચીન બાદ કોરોના જાપાન પહોંચ્યો હતો પરંતુ વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ચીને ખૂબ કાબૂ મેળવ્યો છે.

જાપાને જાન્યુઆરીના બીજા વીકમાં જ ઓફિસોમાં સેનેટાઇઝર ફરજિયાત બનાવી દીધું હતું. લોકોએ પણ તરત જ માસ્ક પહેરવાનું શરુ કરી દીધું હતું. જાનતાએ પણ સરકારી ગાઇડલાઇનને તરત ફોલો કરવાની શરુ કરી દીધી. જેનો પ્રભાવ એ પડ્યો કે કોરોના ત્યાં રોકાઇ ગયો અને વધુ લોકો તેનો શિકાર ન બન્યા. જાપાન સરકારે પણ સંક્રમણની ચેઇન બનવા ન દીધી.

સંક્રમણ ઓછું ફેલાવાનું કારણ એ પણ છે કે જાપાનમાં હાથ મિલાવવાનું અને ગળે મળવાનું કલ્ચર ઓછું છે. અહીંયા દૂરથી જ શુભેચ્છા અપાય છે. આ સિવાય સાફ સફાઇના મામલામાં જાપાને પહેલાંથી જ દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

જો પોલીસે ભડકાઉ નિવેદન કરનારાઓને પકડયા હોત તો તોફાનો વકર્યા નહોત : સુપ્રિમ
મહારાષ્ટ્રમાં માત્ર બે માસમાં 21 લોકોએ હિટસ્ટ્રોકમાં જીવ ગુમાવ્યા
હાથમાંથી બાજી જતી દેખાતા ટ્રમ્પ અદાલતના શરણે : મત ગણતરી અટકાવવા અપીલ
જાપનની ક્રુઝ પર વધુ ત્રણ ભારતીયોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, કુલ સંખ્યા ૧૨ થઈ
56 લાખ રૂમ ભાડુ, 56 લાખનું ભોજન બિલઃ શિવસેનાના બાગી ધારાસભ્યોએ ગુવાહાટીની હોટેલમાં કરી મજા
Share This Article
Facebook Email Print
Previous Article સુપ્રીમ કોર્ટે જેલોમાં ભીડ ઓછી કરવાના પગલાં લેવા આપ્યો આદેશ
Next Article સમગ્ર દેશમાં કોરોનાનો કહેર: અત્યાર સુધી 500 કેસ પોઝિટિવ, 10ના મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up