મુંબઇ : કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ’ભૂલ ભુલૈયા 2’રિલીઝ થઈ ત્યારથી જ દર્શકોને પસંદ આવી રહી છે.આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા છે.તેના બીજા શનિવારે ફિલ્મ 11.35 કરોડનું કલેક્શન કરીને 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શે’ભૂલ ભૂલૈયા 2’ની રેકોર્ડ-બ્રેક સિદ્ધિને ટ્વિટ કરીને લખ્યું કે,ભૂલ ભૂલૈયા 2 જીતની લકીર પર છે,મૂવી જોનારાઓની પ્રથમ પસંદગી બની રહી છે.અનીસ બઝમી દ્વારા નિર્દેશિત ફિલ્મે રિલીઝના બીજા શુક્રવારે 6.52 કરોડ,શનિવારે 11.35 કરોડનું કલેક્શન કર્યું,જેની સાથે ફિલ્મનું નેટ કલેક્શન 109.92 કરોડ થયું છે.આ સાથે ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે.ઉલ્લેખનીય છે કે,100 કરોડનો આંકડો પાર કરનારી કાર્તિક આર્યનની આ બીજી ફિલ્મ છે.આ પહેલા કાર્તિકની ફિલ્મ’સોનુ કે ટીટુ કી સ્વીટી’એ 100 કરોડનો આંકડો પાર કર્યો હતો.


