મુંબઈ : તા.30 મે 2022. સોમવાર : બોલિવૂડના પરફેક્શનિસ્ટ આમિર ખાન(Aamir Khan)અને કરીના કપૂર ખાન(Kareena Kapoor Khan)ની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું (Laal Singh Chaddha) બહુપ્રતિક્ષિત ટ્રેલર રવિવારે સાંજે રિલીઝ કરવામાં આવ્યું હતું.ફિલ્મના ટ્રેલરને IPL 2022ના ફિનાલે દરમિયાન રિલીઝ કરવામાં આવ્યું છે.આમિર ખાને પાતે આ ફિલ્મને નેશનલ ટેલિવિઝન પર લોન્ચ કરી હતી. ‘લાલ સિંહ ચઢ્ઢા’નું ટ્રેલર સામે આવતા આમિર ખાનના ચાહકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.આ ફિલ્મનું ટ્રેલર જોતા અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.જ્યારે અનેક લોકોને ફિલ્મ’લાલ સિંહ ચઢ્ઢા’નું ટ્રેલર ખૂદ પસંદ આવી રહ્યું છે તો અનેક લોકો ટ્રેલરની નિંદા કરી રહ્યા છે.


