અમદાવાદ : ગુજરાતના સુરત શહેરમાં એક જ રૃમમાંથી ૫૦૦ બોગસ કંપનીઓ ઓપરેટ કરીને બગોસ બિલિંગનું કરોડોનું કૌભાંડ કરનારાઓ પાંચ વ્યક્તિઓની મધ્યપ્રદેશના જીએસટી કમિશનરના કચેરીના અધિકારીઓ ગત સપ્તાહમાં સુરતથી ધરપકડ કરીને ઇન્દોર લઈ ગયા છે.તેમણે કરોડો રૃપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ પડાવી લીધી હોવાનું મધ્યપ્રદેશના જીએસટી કચેરીના અધિકારીઓએ જણાવ્યુંહતું.
સુરતમાં નાનકડી ઓરડીમાંથી ઓપરેટ કરતી પાંચ વ્યક્તિઓએ ૫૫૦ બનાવટી કંપનીઓના જીએસટી નંબરનો ઉપયોગ કરીને રૃા.૮૦૦કરોડના બિલ બનાવીને તેના પર ઇનપુટ ટેક્સક્રેડિટ મેળવી હોવાનું બહાર આવ્યું છે.આ કંપનીઓ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી હતી.તેમણે ઓછામાંઓછી રૃા.૧૦૦ કરોડની બોગસ ઇનપુટ ટેક્સક્રેડિટ મેળવી લીધી હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.
નાનકડી ઓરડીમાં ચારથી પાંચ ટેલબ અને ખુરશી ગોઠવીને ૫૫૦ કંપનીઓના બિલિંગ કરવામાં આવતા હતા.આ ઓરડીમાં એક સમયે એકસાથે છથી વધુ વ્યક્તિઓ બેસી શકે તેમ જ નથી.તેમ છતાંય તેમના સરનામા પર ૫૫૦ બોગસ કંપનીના જીએસટી રજિસ્ટ્રેશન મેળવવા માટે તેમણે મહારાષ્ટ્ર,ગુજરાત ્ને મધ્ય પ્રદેશથી ગરીબોના ઓળખના પુરાવાઓ મેળવીને બોગસ કંપનીઓના નામ આપી જીએસટી રજિસ્ટ્રેશન મેળવી લીધા હતા.દહાડિયા મજૂર તરીકે કામ કરનારાઓના નામે જીએસટી રજિસ્ટ્રેશન મેળવ્યા છે.સાત વર્ષ પહેલા મૃત્યુ પામેલી વ્યક્તિને નામે પણ જીએસટી રજિસ્ટ્રેશન લેવામાં આવ્યું છે.સુરતની નાનકડી ઓરડીમાંથી સારી એવી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજો,મોબાઈલ ફોનઅને સીમકાર્ડ તથા સીલ,લેટર પેડ્સ વગેરે જપ્ત કરવામાં આવ્યા છે.આ કેસમાં તપાસ આગળ વઘતા કૌભાંડની રકમ વધુ મોટી થઈ જવાની સંભાવના છે.


