સાપુતારા : રાજ્યના છેવાડાના આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં સરકારી આવાસ યોજનાની ફાળવણીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે બીએસપી આંદોલનના મૂડમાં આવી છે,પ્રદેશ પ્રમુખ અશોક ચાવડાની આગેવાનીમાં સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાત બીએસપી દ્વારા ડાંગ જિલ્લામાં વિવિધ સરકારી યોજનાઓમાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે આંદોલનની શરૂઆત કરવામાં આવી છે.જેમાં સૌપ્રથમ સરકારના વિવિધ આવાસ યોજનામાં લાભાર્થીઓને ફાળવવમાં આવેલ આવાસ અંગે સર્વે હાથ ધરી પંચ કરીને એક યાદી બનાવી જેમાં ત્રણ તાલુકાના 40 જેટલા ગામોમાં કુલ 500 અરજદારો તેમના લાભથી વંચિત રહી ગયા છે,બીએસપીનો આક્ષેપ છે કે ભાજપના નેતાઓ અને તેમના મળતીયાઓના સગાને આવાસ ફળવામાં આવ્યા છે જ્યારે ખરા અર્થમાં જરૂરીયાત વાળા લાભાર્થીઓને આજદિન સુધી આવાસ મળ્યા નથી.આહવાના ડાંગ દરબાર હોલ ખાતે મળેલ જાહેરસભામાં હાજર રહેલા આવાસ વંચિત લોકોએ વાંસમાંથી બનાવેલ આવાસના મોડેલ માથા ઉપર રાખી રેલી સ્વરૂપે કલેકર કચરી એ પહોંચ્યા હતા અને 1 કલાક સુધી કચેરી બહાર ધરણાં ઉપર બેઠા હતા,ત્યાર બાદ આવેદન આપી 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું,જેમાં જો આગામી 15 દિવસ અરજદારોને ન્યાય ન મળે તો કલકેટર કચરીએ આમરણાંત ઉપવાસ ઉપર ઉતરશે એવી ચીમકી આપી છે.ડાંગ જિલ્લા ખાતે આવાસ મુદ્દે આંદોલન થતા જિલ્લા કચરીમાં ભાગદોડ મચી ગઇ છે,ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાની જાહેરાત થતા પ્રાયોજના અધિકારી કે.જે.ભગોરા ડાંગ બીએસપી પ્રમુખ ને સમજાવવા પહોંચી ગયા હતા.


