બારડોલી : મળતી માહિતી અનુસાર મૂળ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગળકાજ ફળિયાના રહેવાસી અને હાલ પલસાણા તાલુકાના ડાંભા ગામના જિતેન્દ્રસિંહ દેવધરાને ત્યાં છેલ્લા 6 વર્ષથી ખેત મજૂરી કરી તેમની રૂમમાં રહેતા વિશાલ અરવિંદભાઈ વસાવા(20)તેમજ તેમના મોટાભાઈ યોગેશભાઈ અને નાનોભાઈ વિષ્ણુ પૈકી સોમવારે બપોરના સમયે વિશાલ વસાવાનાઓએ રૂમના બંને દરવાજા અંદરથી બંધ કરી પતરાના લાકડાના મોભ સાથે નાયલોનની દોરી બાંધી અગમ્ય કારણો સર જીવન ટૂંકાવ્યું હતુ વિષ્ણુ ચલથાણ ખાતે વાળ કપાવવા ગયેલો હોય તે સાજે ઘરે પરત ફરતા બને દરવાજા બંધ હોવાથી રૂમના ઉપર પતરા પર ચઢી સિમેન્ટનું પતરું ખસેડી રૂમમાં ઉતરી જોતા વિશાલ વસાવા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો ઘટના અંગે કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ કરી હોવાનું જાણવા મળ્યું હતુ.


