મુંબઈ : રાજ્યના માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખને મની લોન્ડરિંગના કેસમાં કરેલી જામીન અરજીનું વહેલાંસર લિસ્ટિંગ કરવાની દાદ સાથે બોમ્બે હાઈ કોર્ટ સમક્ષ અરજી કરવાની સુપ્રીમ કોર્ટે છૂટ આપી છે.
કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે તેમને આશા છે અને વિશ્વાસ છે કે હાઈ કોર્ટ તેમની અરજીની સુનાવણી કરીને ઝડપથી નિકાલ આપશે.દેશમુખે ૨૫ માર્ચના રોજ જામીન માટે અરજી કરી હોવા છતાં સમયના અભાવે હાઈ કોર્ટમાં સુનાવણી થઈ શકી નહોવાનું ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે દેશમુખને હાઈ કોર્ટમાં અરજી કરવાની છૂટ આપી છે.આજની સુનાવણીમાં દેશમુખના વકિલ કપિલ સિબલે રજૂઆત કરી હતી કે તેમની એક માત્ર વિનંતી છે કે હાઈ કોર્ટ તેમની જામીન અરજીની સુનાવણી કરે.અરજદાર ૭૩ વર્ષના નાદુરસ્ત વ્યક્તિ છે.હાઈ કોર્ટ દ્વારા જાંમીન અરજીની સુનાવણી મોકૂફ રાખવાના આપેલા આદેશને રદ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.દેશમુખ ત્રીજી નવેમ્બર ૨૦૨૧થી કસ્ટડીમાં છે.દેશમુખે હાઈ કોર્ટમાં કરેલી અરજીનો ઈડીએ વિરોધ કરીને તેઓ આખા કાવતરાના માસ્ટરમાઈન્ડ હોવાનું જવાબમાં જણાવ્યું છે. દેશમુખ તપાસમા ંસહકાર આપતા નથી અને તેઓ મિલકતના સ્રોત વિશે ખુલાસો કરતા નથી અને હકીકત છુપાવે છે.
અનિલ દેશમુખ હાઈકોર્ટમાં જામીન અરજીની વહેલી સુનાવણી માટે અરજી કરી શકશે

Leave a Comment

